અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે.મણિનગરની કર્ણ હોસ્પિટલ આવી છે વિવાદમાં.. હોસ્પિટલના કબાટમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે.જ્યારે યુવતીની માતાનો મૃતદેહ હોસ્પિટલના એક ખુણામાંથી મળી આવ્યો છે. કર્ણ હોસ્પિટલમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવતા હવે આ મામલે અનેક સવાલ ઉભા થયા છે.હોસ્પિટલ પ્રશાસન સામે પણ સવાલ ઉઠ્યા છે તો હોસ્પિટલની સિક્યુરીટી એજન્સી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે. 19 ડિસેમ્બરની આ ઘટના બાદ યુવતીના પરિવાજનોએ હોસ્પિટલમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો.સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે યુવતીનો મૃતદેહ મળ્યો છે તેનો હોસ્પિટલના કમ્પાઉન્ડર સાથે સંબંધ હતો.સમગ્ર ઘટના બાદ હોસ્પિટલના કમ્પાઉન્ડરની પોલીસે અટકાયત કરી દીધી છે. તો આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવતી અને તેની માતા હોસ્પિટલમાં જતાં નજરે આવે છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે પણ વધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આ ખાનગી હોસ્પિટલમાંથી લાશ મળી આવેલી છે. હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ભારતીની સારવાર અહીંયા ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક જે ભારતીના પતિ લક્ષ્મણના સગા પણ થાય છે તેના સંપર્ક થી અહીંયા સારવાર ચાલી રહી હતી. લક્ષ્મણના લગ્ન 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ભારતી 6 મહિનાથી રિસામણે જઈને પિયર શાહવાડીમાં રહેતી હતી.
ઘટના વિશે વાત કરીએ તો, ડો. અર્પિત શાહની હોસ્પિટલમાં અન્ય 3 લોકો કામ કરે છે. આજે ડોક્ટર કામ પતાવીને નીકળી ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા તો જે જગ્યા ગેસનો બાટલો હતો તે જગ્યા ઉપર ભારતીની લાશ મળી આવી હતી. ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને પણ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.
પોલીસે આસપાસના CCTVના આધારે તપાસ શરૂ કરી છે. દવાખાનાના કબાટમાં જ્યાં ગેસનો બાટલો મુક્યો હતો, ત્યાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. CCTV બંધ થયાં તે સમય દરમિયાન મહિલાનો મૃતદેહ કબાટમાં અને ગેસનો બાટલો દવાખાનાના મેન ડોર પાસે ખસેડવામાં આવ્યો હતો. દવાખાનામાં મહિલા કાનની સારવાર ચાલતી હતી. દવાખાનાના સ્ટાફ સાથે ઘટના સાંબધિત હોય તેવું પોલીસનું પ્રાથમિક તારણ કાઢી રહી છે. મહિલાને ક્યાંક ઝેરી ઇન્જેક્શન અથવા ગળુ દબાવી હત્યાં કરાઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. મહિલા 6 મહિનાથી તેના પતિના ઘરને બદલે પિયર રહેતી હોવાનું સાસરી પક્ષનું રટણ કરી રહી છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓને અલગથી લઇ જઈ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મૃતક યુવતીના ભાઈનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારાં મમ્મી અને બહેન સવારે 11 વાગે LG હોસ્પિટલ જવા ઘરેથી નીકળ્યા હતા. મારી બહેન અહીં કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. મારી માતાને પણ નથી ખબર કે તે અહીં કઈ રીતે પહોંચી? પોલીસની વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે….
આ પણ વાંચો:નર્મદા જિલ્લામાં બનેલો ગોળ આ તહેવાર પર બનનારી વાનગીઓ માટે હોય છે સ્પેશિયલ, એકવાર ઉપયોગ કરશો તો..
આ પણ વાંચો:દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માં વલસાડ જિલ્લાના રહીશો થયા માલામાલ

