ભાવનગર/ સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે….

ભાવનગર શહેરમાં આવેલ ઘોઘા સર્કલ અને સરદાનગર સર્કલ આશરે બે વર્ષ જેટલા સમય ગાળા થી રીનોવેશન માટે તોડી ને મૂકી દેવામાં આવ્યા છે ત્યારે અગાઉ આ બગીચામાં લાખો નો ખર્ચો કરી રી-કન્ટ્રક્શન કરી ભ્રષ્ટાચાર ના વિરોધ પક્ષે આક્ષેપો લગાવ્યા છે.

Gujarat Others
ભ્રષ્ટાચારના

ભાવનગરમાં આવેલ બે બગીચામાં રીનોવેશનના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે.રીનોવેશન માટે તોડવામાં આવેલા બગીચાના રીનોવેશનના ખર્ચમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વિપક્ષ દ્વારા કરાઈ રહ્યો છે.શહેરના લોકોની સુખાકારી માટે બગીચાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે પણ આ બગીચાઓનુ રીનોવેશન કરવામાં બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે તેમ છતાં પણ રીનોવેશનનુ કામ પુરુ થયુ નથી.

Untitled 108 6 સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે....

ભાવનગર શહેરમાં લોકોની સુખાકારી અને ફરવા માટે અનેક બગીચાઓ આવેલ છે એ બગીચા ને મહાનગર પાલિકા દ્વારા આધુનિક સગવડો સાથે બનાવ માટે રી- કન્ટ્રેકશન કરી કરોડોના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યા છે અને બાળકો માટે રમત ગમતા ના સાધનો પણ મુકવામાં આવ્યા છે ત્યારે શહેર માં આવેલ ઘોઘાસર્કલ અને સરદાનગર સર્કલ ના રીનોવેશન માં બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયા હોવા છતાં શુભ મુહરત નહિ આવતા લોકો માં નારાજગી જોવા મળે છે ત્યારે આ બને બગીચા ની આસપાસ 10 જેટલા પરિવારો નેનો મોટો ધનધો કરી ગુજરાન ચલાવતા હતા તેને પણ સ્થળાંતર થકવું પડ્યું છે ત્યારે ભાવનગર કૉંગ્રેસ  શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી દ્વારા પણ આ બગીચા આમ ભ્રષ્ટાચાર થાય હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Untitled 108 7 સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે....

ભાવનગર શહેર ને બગીચાના શહેર ની પણ ઉપનામ પ્રાપ્ત છે કારણકે ભાવનગરમાં અનેક બગીચાઓ આવેલ છે આ બગીચા માં મહાનગર પાલિકા દ્વારા રીનોવેશન કરી લોકો ની સુખાકારી માટે કરોડો ના ખર્ચે બાળકો માટે રમવાની રાઈડ્સ,જુલા,લસરપટ્ટી,વગેરે સાધનો બકડા અને અનેક પ્રકારના વૃક્ષો ને પણ લગાવામાં આવ્યા છે ત્યારે શહેર ના ઘોઘાસર્કલ અને સરદાનગર સર્કલ ના રીનોવેશન માટે અગાઉ લાખોનો ખર્ચો કરી વચ્ચે કામ અટકાવી દેવામાં આવ્યું હતું જેમાં આર્ટિટેક વગર કામ થતું હતું તેમજ ગાર્ડન નું પ્લાનિંગ પણ અયોગ્ય હતું અને ક્વોલિટી વગરનું કામ થતું હોવાથી આ કામને અટકાવી દેવામાં આવ્યું છે અને વહેલીટકે આ કામ પુનઃ શરૂ કરવામાં આવશે તેવું ભાવનગર સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધમેલીયાએ જણાવ્યું.

Untitled 108 8 સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે....

ભાવનગરના એક સમયના હાર્ટ સમાન ઘોઘાસર્કલ અને સરદાનગરને બે વર્ષ પહેલાં રીનોવેશન કરવા માટે તોડી નાખવામાં આવ્યું હતું વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર નો આરોપ કરવામાં આવ્યો છે ત્યારે શાસક પક્ષ દ્વારા ક્વોલિટી વગરનું કામ થતું હોવાથી આ કામ બંધ કેવાનું કહેવામાં આવ્યું પરંતુ આ બન્ને સર્કલ તોડવાથી આ સર્કલની આસપાસ નાના વ્યાપાર કરતા પરિવારો ને પણ સ્થળાંતર થવું પડ્યું છે ત્યારે તાત્કાલિક આ સર્કલ નું કામ પુનઃ શરૂ થઈ તે માટે લોક  માંગ પણ ઉઠી છે.

આ પણ વાંચો: મોટા એરપોર્ટ પર સુરક્ષા તપાસમાં લેપટોપ, ફોન, ચાર્જર બહાર કાઢવા નહી પડે

આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર, અધ્યક્ષ રમીઝ રાજાને કરાયો બહાર

આ પણ વાંચો: વિદ્યાર્થીઓને ટૂર પર લઈ જઈ રહેલી 2 સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 15 વિદ્યાર્થીઓના મોત