Not Set/ અમદાવાદમાં BRTS કેશલેસ બનવાથી હજારો નાગરિકોને લાગશે ઝટકા?

અમદાવાદ, ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદને સ્માર્ટ સિટીમાંથી ડિજિટલ સિટી બનાવવાનાં કાર્યક્રમ હેઠળ આગામી 1 સપ્ટેમ્બરથી અમદાવાદની બીઆરટીએસ સર્વિસમાં હવે ટિકિટ આપવામાં નહીં આવે. બીઆરટીએસમાં કેશલેસ સિસ્ટમની જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરાય છે. જોકે તંત્ર દ્વારા આવું કરવામાં આવશે તો મોટી સંખ્યામાં અમદાવાદનાં સામાન્ય નાગરિકો હેરાન થઇ શકે એવી સંભાવનાઓ છે. મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા નાગરિકોને કેશલેશ […]

Top Stories Ahmedabad Gujarat
BL08 BRTS20 અમદાવાદમાં BRTS કેશલેસ બનવાથી હજારો નાગરિકોને લાગશે ઝટકા?

અમદાવાદ,

ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદને સ્માર્ટ સિટીમાંથી ડિજિટલ સિટી બનાવવાનાં કાર્યક્રમ હેઠળ આગામી 1 સપ્ટેમ્બરથી અમદાવાદની બીઆરટીએસ સર્વિસમાં હવે ટિકિટ આપવામાં નહીં આવે. બીઆરટીએસમાં કેશલેસ સિસ્ટમની જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરાય છે. જોકે તંત્ર દ્વારા આવું કરવામાં આવશે તો મોટી સંખ્યામાં અમદાવાદનાં સામાન્ય નાગરિકો હેરાન થઇ શકે એવી સંભાવનાઓ છે.

મ્યુનિસિપલ પ્રશાસન દ્વારા નાગરિકોને કેશલેશ સેવાનો મહત્તમ લાભ આપવાના હેતુથી બીઆરટીએસ સર્વિસમાં કાર્ડથી પેમેન્ટ કરવા આગામી 1 સપ્ટેમ્બરથી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ કાર્ડ સેવામાં સૌથી વધુ ઉપયોગ કરનાર ભાગ્યશાળીઓને લકી ડ્રો મારફતે કુલ 100 સ્માર્ટફોન ઇનામમાં આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.