Not Set/ આ બીમારીથી પીડાઈ રહ્યા છે પૂર્વ PM અટલ બિહારી વાજપેયી, છેલ્લા નવ વર્ષથી છે વ્હીલચેર પર

નવી દિલ્હી, ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત છેલ્લા ૩૬ કલાકથી અંત્યત નાજુક જોવા મળી રહી છે. હાલમાં તેઓને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એમ્સ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, “છેલ્લા ૩૬ કલાકથી તેઓની તબિયત ખુબ નાજુક છે અને હાલમાં તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ […]

Top Stories India Trending
DksbYsMU4AEdiTy 1 આ બીમારીથી પીડાઈ રહ્યા છે પૂર્વ PM અટલ બિહારી વાજપેયી, છેલ્લા નવ વર્ષથી છે વ્હીલચેર પર

નવી દિલ્હી,

ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત છેલ્લા ૩૬ કલાકથી અંત્યત નાજુક જોવા મળી રહી છે. હાલમાં તેઓને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

એમ્સ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, “છેલ્લા ૩૬ કલાકથી તેઓની તબિયત ખુબ નાજુક છે અને હાલમાં તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે”.

બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન તબિયત નાદૂરત અંગેની માહિતી મળતા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, પીએમ નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ એમ્સમાં પહોંચી રહ્યા છે અને તેઓએ હાલ ચાલ જાણી રહ્યા છે.

અટલ બિહારી વાજપેયી કિડનીમાં સંક્રમણ, છાતીમાં દુખાવો, મૂત્રમાર્ગમાં સંક્રમણ જેવા રોગોથી પીડાઈ રહ્યા છે અને તેઓને ૧૧ જૂન બાદ એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

ડિમેન્શિયાના મુખ્ય લક્ષણો :

નામ, જગ્યા, તરત જ કહેવામાં આવેલી વાતચીતને યાદ રાખવી

અવસાદથી પીડિત થવું

વાતચીત કરવામાં તેમજ સંવાદ કરવામાં તકલીફ હોવી

વ્યક્તિના વર્તનમાં ફેરફાર થવા

હરવા ફરવામાં તકલીફ થવી

નિર્ણય લેવાની ક્ષમતામાં પ્રભાવિત થવું

કોઈ વાતને રાખીને ભૂલી જવું

મહત્વનું છે કે, પૂર્વ પ્રધાનમંત્રીઅટલ બિહારી વાજપેયી ડિમેન્શિયા નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને આજથી ૯ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૯થી જ તેઓ વ્હીલચેર પર છે.

તેઓના પોલિટિકલ કેરિયરની વાત કરવામાં આવે તો, ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ જન્મેલા અટલ બિહારી વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા ૧૯૪૨માં દેશની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

અટલ બિહારી વાજપેયી ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪માં લખનઉ લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. બીજી બાજુ એક ગૈર-કોંગ્રેસી નેતા તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા.