Not Set/ #INDvsAUS : વિહારીને આઉટ આપવા અંગે સર્જાયો વિવાદ, ક્લાર્ક-હસીને ઉઠાવ્યા સવાલ

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટે ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વિના કોઈ નુકશાને ૨૪ રન  બનાવી લીધા છે. જો કે ભારતની પહેલી ઇનિગ્સ દરમિયાન મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીને આઉટ આપવા અંગે એક વિવાદ સર્જાયો છે. ચોથી ટેસ્ટ […]

Trending Sports
hanuma vihari #INDvsAUS : વિહારીને આઉટ આપવા અંગે સર્જાયો વિવાદ, ક્લાર્ક-હસીને ઉઠાવ્યા સવાલ

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટે ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વિના કોઈ નુકશાને ૨૪ રન  બનાવી લીધા છે.

જો કે ભારતની પહેલી ઇનિગ્સ દરમિયાન મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીને આઉટ આપવા અંગે એક વિવાદ સર્જાયો છે. ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે જયારે કાંગારું સ્પિન બોલર નાથન લિયોન ૧૦૨મી ઓવર કરી રહ્યો હતો ત્યારે ભારતીય બેટ્સમેન હનુમા વિહરીને ઓન ફિલ્ડ અમ્પાયર ઇયાન ગુલ્ડ દ્વારા આઉટ અપાયો હતો.

હનુમા વિહારીનો આ કેચ શોર્ટ લેગ પર ઉભેલા માર્નસ લાબુશેને પકડ્યો હતો. ત્યારબાદ વિહારીએ DRS સિસ્ટમનો સહારો લીધો હતો.

આ દરમિયાન સ્નિકોમીટરમાં લાગી રહ્યું હતું કે, બોલ બેટના ભાગને થોડી સ્પર્શ કરી રહી છે પરંતુ સાથે સાથે આ જ સ્પોટ પર બેટની ઉપર બોલનો પડછાયો પણ જોવા મળી રહ્યો હતો. આ જોતા સ્પષ્ટ થાય છે કે બોલ બેટથી દૂર હતો, પરંતુ ૪૨ રનના સ્કોરે તેને આઉટ અપાયો હતો.

જો કે ત્યારબાદ આ વિવાદિત નિર્ણય અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક તેમજ પૂર્વ ક્રિકેટર માઈકલ હસીએ સવાલો ઉઠાવ્યા છે. કલાર્કે કહ્યું, “વિહારીને આઉટ આપવો જોઈએ ન હતો. સ્નિકોમીટર એ રીતે કામ કરે છે જે કોઈ પણ અવાજ પણ કેચ કરી લેતો હોય છે અને તેના આધારે જ સ્નિક કરે છે”.

માઈકલ હસીએ પણ જણાવ્યું હતું કે, “આં નિર્ણય વિવાદિત હતો.બોલ બેટથી દૂર જઈ રહ્યો હતો અને સ્નિકોમીટર બેટ્સમેનના પગના ઘર્ષણનો અવાજ સ્નિક કરી રહ્યો હતો”.