બનાસકાંઠા,
બનાસકાંઠા પાલનપુરમાં એરોમાં સર્કલ પાસે રિક્ષાચાલકે શરીર પર પેટ્રોલ છાંટીને આગા ચાંપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે મેમો આપતા યુવકે જાતે પોતાના શરીર પર આગ ચાપી હતી.
શરીરે દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર બે દિવસથી પોલીસે દ્વારા મેમો આપતા યુવકે આ પગલુ ભર્યુ હતું.
હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી છે, જે બાદ વધુ વિગતો સામે આવી શકે છે.