Not Set/ આ શહેરને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવાશે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરામાં રખડતા ઢોરો અને ભિક્ષુકોને લઇને મેયર કેયુર રોકડિયાને કાર્યવાહી કરવાની જાહેરમાં ટકોર કર્યાં બાદ હવે તંત્ર દોડતુ થયું છે.

Top Stories Gujarat Vadodara
ભિક્ષુક આ શહેરને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવાશે

ગુજરાતને ભિક્ષુક મુક્ત બનાવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને જેની શરૂઆત વડોદરાથી કરવામાં આવી છે. ત્યારે વડોદરા ભિક્ષુક મુક્ત બનશે કે કેમ તેની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે…

  • વડોદરા ભિક્ષુક મુક્ત ?
  • મેયરને ફટકાર બાદ તંત્ર થયું દોડતું
  • ભિક્ષુકોને પગભર બનાવાનો નિર્ણય

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વડોદરામાં રખડતા ઢોરો અને ભિક્ષુકોને લઇને મેયર કેયુર રોકડિયાને કાર્યવાહી કરવાની જાહેરમાં ટકોર કર્યાં બાદ હવે તંત્ર દોડતુ થયું છે. વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી મનિષા વકીલના અધ્યક્ષસ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શું ભિખારીને ભીખ માંગવી ગમતી હશે?

ઉલ્લેખનિય છે કે વડોદરામાં મેયરના કાર્યને વખોડવામાં આવ્યુ હતુ. અને ત્યાર બાદ  વડોદરામાં મેયરને ટકોર કર્યા બાદ હવે જાણે કે મેયર સફાળા જાગ્યા છે. જોકે આ બધા વચ્ચે મેયરે પણ સી.આર.પાટીલને જવાબ આપ્યો હતો કે તેમનું હોમવર્ક ઓછું છે. રાજ્યના મેટ્રો શહેરોમાં આવેલા આવા કેન્દ્રોના નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભિક્ષુકો જો બહારથી આવતા હોય તો તેમને તેમના વતનમાં પરત મોકલાશે. અને જો પગભર થયેલા ભિક્ષુકો ફરી ભિક્ષા વૃત્તિ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ વડોદરા આવ્યા ત્યારે એક સમારોહમાં તેમણે  વડોદરામાંથી સુરતની જેમ ભિક્ષુકોનો પ્રશ્ન પણ હલ કરવા ટકોર કરી હતી અને એ પછી તંત્ર દોડતું થયું છે.

લૂંટનો પ્રયાસ નિષ્ફળ / શાહીબાગમાં નળ રીપેરીંગ કરવાના નામે ઘરમાં ઘુસ્યા અને …

ચોંકાવનારી ઘટના / યુટ્યુબ જોઈને 17 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ, માતા-પિતા હતા સમગ્ર ઘટનાથી અજાણ

World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત