Gujarat election 2022/ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો છે મેદાનમાં

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો (Candidate) મેદાનમાં છે.  ભાજપ, કોંગ્રેસ અને આપે તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબકકા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે. આમ ચૂંટણીના પ્રથમ તબક્કાનું કામકાજ પૂરુ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા પછી કુલ 788 ઉમેદવારો નોંધાયા છે.

Top Stories Gujarat
Gujarat election 2022 2 પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો છે મેદાનમાં
  • પ્રથમ તબક્કામાં કુલ 1,362 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા
  • બીજા તબક્કામાં કુલ 1515 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે
  • સુરતની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા
  • રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ફોર્મ ભરાયા
  • ડાંગની બેઠક પર સૌથી ઓછા ફોર્મ ભરાયા

Gujarat election 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો (Candidate) મેદાનમાં છે.  ભાજપ, કોંગ્રેસ અને આપે તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબકકા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે. આમ ચૂંટણીના પ્રથમ તબક્કાનું કામકાજ પૂરુ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા પછી કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારના ફોર્મ ભરાયા છે. તેમા ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે.

પ્રથમ તબક્કા માટે હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ફોર્મ ભર્યા

પ્રથમ તબક્કાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરતની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. પ્રથમ તબક્કામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

પીએમ મોદી 25 સંસદીય મતવિસ્તારની જેમ જ સભા સંબોધશે

ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં 25 રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. તેઓ ફરી એકવાર 19મી નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ધૂંઆધાર પ્રચાર કરવાના છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વાપીમાં સભાને સંબોધશે. મળતી માહિતી અનુસાર વાપીમાં પીએમ મોદી ભવ્ય રોડ-શો યોજશે. એટલું જ નહિં વાપીમાં વિશાળ રોડ-શો યોજ્યા બાદ વલસાડમાં ભવ્ય સભામાં પણ સંબોધન કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

Gujarat Election/ ચૂંટણી પહેલા જ સુરત પૂર્વની બેઠક AAPએ ગુમાવી, હવે ભાજપ અને

Gujarat Election/વડોદરામાં ઉમેદવારની પંસદગી મામલે કોંગ્રેસમાં ભડકો, પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો કેસરિયા ખેસ ધારણ કરશે