Gujarat Election/ વડોદરામાં ઉમેદવારની પંસદગી મામલે કોંગ્રેસમાં ભડકો, પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો કેસરિયા ખેસ ધારણ કરશે

વડોદરા કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવી રહયા છે. વડોદરામાં ઉમદેવારની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે,

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • વડોદરાઃ ઉમેદવારોની પસંદગી મુદ્દે જિ. કોંગ્રેસમાં ભડકો
  • કોંગ્રેસની એક સાંધતા તેર તૂટે તેવી હાલત
  • જિ.પં.ના પૂર્વ પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાશે
  • લોકપાલ સિંહ ગોહિલ કેસરિયા ધારણ કરશે
  • પૂર્વ ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર છે
  • શનિવારે ભાજપ રાષ્ટ્રીય નેતાની ઉપસ્થિતિમાં જોડાશે
  • અનગઢ ખાતે ભાજપનો ધારણ કરશે ખેસ

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે કોંગ્રેસની રાજકિય પરિસ્થિતિ સારી નથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે અને આ સિલસિલો યથાવત રીતે ચાલું છે. વડોદરા કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવી રહયા છે. વડોદરામાં ઉમદેવારની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે, એક સાંધે ત્યા તેર તૂટે જેવી હાલત થઇ છે. વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત હજારો કાર્યકરો ભાજપમાં સામેલ થવાના છે, આ તમામ શમિવારના રોજ રાષ્ટ્રીય નેતાની હાજરીમાં કેસરિયા ખેસ ધારણ કરશે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લોકપાલ સિંહ ઉમેદવારની પસંદગી મામલે ખુબ નારાજ જોવા મળી રહ્યા છે. લોકપાલ સિંહ  પૂર્વ ધારાસભ્ય ઉપેનન્દ્ર સિંહ ગોહિલના પુત્ર છે .

રાજયમાં પેહલી અને પાંચ ડિસેમ્બરે આમ બે તબક્કામાં ચૂંટણી યાેજાવવાની છે, એવાં હાલ રાજકિય પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે.