Dev Bhumi Dwarka/ શ્રીકૃષ્ણ પરની નીલકંઠ ચરણસ્વામીની ટિપ્પણીનો વિરોધ : પબુભાએ કહ્યું- દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા

પરિમલ નથવાણીએ કહ્યું કે દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી.

Top Stories Gujarat
Beginners guide to 2025 03 27T225316.090 શ્રીકૃષ્ણ પરની નીલકંઠ ચરણસ્વામીની ટિપ્પણીનો વિરોધ : પબુભાએ કહ્યું- દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા

Dev bhumi Dwarka News : દ્વારકાધીશ શ્રીકૃષ્ણ સંદર્ભે સાવામિનારાયણ ગૂરુકુળના નીલકંઠ ચરણદાસજીએ કરેલી ટિપ્પણીનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં દ્વારકાધીશના દર્શન કરવા ગયેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ નિવેદન આપ્યું છે. પબુભાએ કહ્યું કે દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા, તો પરિમલ નથવાણીએ કહ્યું કે દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી.

પબુભા માણેકે કહ્યું કે દ્વારકાધીશ એ સંઘર્ષ અવતાર છે. દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો પુરા થઇ ગયા છે. સનાતન ધર્મ ચારેય યુગમાં સનાતન છે. અત્યારે નવા-નવા કોઈ ઊપડ્યાં હોય તો અમે વિરોધ નથી કરતા, હીન્દુઓ કે કોઈએ વિરોધ નથી કાર્યો, પણ તમે તમારી જગ્યાએ રહો. તમે જો બીજાને નીચા ઉતારી આવું બોલતા હો તો હું એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઇ, રાવણે તપ કર્યું અને રાવણને અતિશય અભિમાન આવ્યું. પછી કંસને અભિમાન આવ્યું, બધાને અભિમાન આવ્યાં છે.

મને લાગે છે આ સંસ્થામાં પૈસા ખુબ વધી ગયા લાગે છે અને તાકાત આવી ગઈ છે, નહીં તો આવી કબુદ્ધિ સૂઝે નહીં.પબુભાએ આગળ કહ્યું કે સ્વામિનારાયણમાં બધા આવા ન હોય, જે જે મને સાંભળતા હો એ આવાને સમજાવો, જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી એમને સમજાવો કે આ બધું રહેવા દો. આપણા સનાતન ધર્મમાં ચોખ્ખું લખ્યું છે કે સનાતન ધર્મ વિશેષ છે. ઇસ્લામને કે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી, તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો? તમે જે પણ ધર્મને માનતા હો એને માણો પણ સનાતન ધર્મને સારું ન લાગે એવો એક પણ શબ્દ બોલો નહીં.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે ટિપ્પણી કરી છે તેને હું વખોડી નાખું છું. દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે. એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. બીજા કોઈ લોકો બોલે, સંત બોલે એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ હાજરાહજૂર છે અને તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુઃખની વાત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિદ્યાર્થીઓ ઝૂંપડીમાં શિક્ષણ મેળવવા મજબૂર, જી હા આ ઝૂંપડી નથી પણ સરકારી શાળા છે… તેમાં ધો. 1 થી 5 સુધીના 38 બાળકો કરે છે અભ્યાસ

આ પણ વાંચો: સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!

આ પણ વાંચોઃ પાટણમાં સરકારી શાળામાં પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં વેચી માર્યા