Dahod News : દાહોદના રાણાપુરમાં આવેલી મહેંદી ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ગરીબ વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો અંગત કામ કરાવતા જોવા મળી રહ્યા છે.
પહેલા વીડિયોમાં, એક નાની બાળકી શિક્ષકના બૂટ ધોઈ રહી છે. બીજા વીડિયોમાં, એક બાળક શાળાના શૌચાલયમાં પાણીનો છંટકાવ કરતો જોવા મળે છે. આ વીડિયોએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
ગરીબ માતા-પિતા પોતાના બાળકોને સરકારી શાળામાં એ આશાએ મોકલે છે કે તેઓ સારું શિક્ષણ મેળવીને જીવનમાં આગળ વધશે. પરંતુ, શિક્ષકો દ્વારા જ બાળકો પાસે આવા કામ કરાવવાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સવાલ એ થાય છે કે, શું સરકારી શાળાના શિક્ષકો ગરીબ બાળકોને પોતાના નોકર સમજે છે? શું આ પ્રકારના કૃત્યોથી બાળકોના શિક્ષણ પર ખરાબ અસર નહીં પડે? શું શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરશે? આ ઘટનાએ સરકારી શાળાઓની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. શિક્ષણ વિભાગે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી દોષિત શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
