Not Set/ તાપી: વેપારીઓનું સમર્થન ન મળતાં વ્યારા બંધનાં એલાનનો ફિયાસ્કો

તાપી, તાપીમાં આદિવાસી સંગઠન દ્વારા અપાયેલ વ્યારા બંધનાં એલાનનો ફિયાસ્કો સામે આવ્યો છે. બંધના એલાનની જાહેરાત છતા મોટાભાગની દુકાનો ચાલુ રહી. વેપારીઓનું સમર્થન ન મળતાં વ્યારા બંધનાં એલાનનો ફિયાસ્કો થયો. વેપારીઓનું સમર્થન ન મળતાં આદિવાસી સમાજમાં વેપારીઓ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. દેશનાં 16 રાજ્યોનાં જંગલોમાં વસતાં આદિવાસીઓને વિસ્થાપિત કરવાનાં સુપ્રીમ કોર્ટનાં આદેશને દૂર કરવાની […]

Gujarat Others

તાપી,

તાપીમાં આદિવાસી સંગઠન દ્વારા અપાયેલ વ્યારા બંધનાં એલાનનો ફિયાસ્કો સામે આવ્યો છે. બંધના એલાનની જાહેરાત છતા મોટાભાગની દુકાનો ચાલુ રહી.

વેપારીઓનું સમર્થન ન મળતાં વ્યારા બંધનાં એલાનનો ફિયાસ્કો થયો. વેપારીઓનું સમર્થન ન મળતાં આદિવાસી સમાજમાં વેપારીઓ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.

દેશનાં 16 રાજ્યોનાં જંગલોમાં વસતાં આદિવાસીઓને વિસ્થાપિત કરવાનાં સુપ્રીમ કોર્ટનાં આદેશને દૂર કરવાની માંગ સાથે બંધનું એલાન અપાયુ હતુ.

આદિવાસી સંગઠન દ્વારા જનક સ્મારકથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઇ. આદિવાસી સંગઠનો દ્વારા ભારત બંધને અપાયેલ એલાનને પગલે વ્યારા બંધને સફળ બનાવવા પ્રયાસો કરાશે. ત્યારે રેલી બાદ કલેકટરને આવેદન અપાશે.