અમરેલી,
અમરેલીના ધારીના જંગલમાં સિંહોનો મામલો તો હજુ શાંત પડ્યો નથી ત્યાં જંગલ કાપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ધારીમાં માણાવાવના સરપંચે જંગલ કાપી નાંખીને 32 ટ્રક લાકડાં વેચી દીધા હોવાનું કબૂલી લીધુ હતું.

વધુ એક ટ્રક લાકડાંનો વેચાય તે પહેલા પર્દાફાશ થયો હતો.માણાવાવના સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.

સાત લાખ ઉપરનાં લાકડા ઉગાઉના તમામ ટ્રકો રાજકોટમાં વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી, લાકડાંનો આ જથ્થો રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યો હતો.
