Not Set/ video: જામનગર નજીક સિક્કામાં ધોધમાર વરસાદ, વાહનો પાણીમાં વહેવા લાગ્યા

જામનગર જામનગર નજીક સિક્કામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળઆ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં તંત્રે એલર્ટ જાહેર કર્યુ છે. સિક્કા નજીક મોટી ખાવડીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે મોટી ખાવડીમાં 20 ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયા હાઈવે વન વે બંધ કરાયો છે. હાઈવે પર પાણી ફરી વળતા […]

Top Stories Gujarat Trending Videos

જામનગર

જામનગર નજીક સિક્કામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળઆ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં તંત્રે એલર્ટ જાહેર કર્યુ છે. સિક્કા નજીક મોટી ખાવડીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે મોટી ખાવડીમાં 20 ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયા હાઈવે વન વે બંધ કરાયો છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

તો બીજુબાજુ જામનગર નજીક આવેલા રીલાયન્સના એકમોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી અંદર ઘુસી જતા કંપનીની કામગીરી પર અસર પડી હતી. ભારે વરસાદને કારણે કંપની તથા મોલ વિસ્તારમાં 1 થી 3 ફુટ પાણી ભરાયા હતા. અંતે પાણીનો પ્રવાહ નિચાણવાળા વિસ્તારમાં વહી ગયો હતો અને કંપનીનું કામ ફરી ચાલુ થઇ ગયું હતું.