Gujarat Election/ ચૂંટણી અંગેની કોઇપણ ફરિયાદ હોય તો આ ટોલ ફ્રી નબંરનો કરો ઉપયોગ, જિલ્લાવાર નંબરની યાદી જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હાલ રાજ્યમાં આંચારસહીતાની અમલવારી ચાલી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે હવે તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે.ગુજરાતમાં હાલ ચુંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હાલ રાજ્યમાં આંચારસહીતાની અમલવારી ચાલી રહી છે.  આ ચુંટણીને લઇને ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદો હોય તો નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લાવાર ટોલ ફ્રી નંબરની યાદી જાહેર કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે