ધરણા/ PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ દિલ્હી જંતર મંતર પર કર્યા ધરણા…

મહેબૂબા મુફ્તીએ સોમવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા અને માંગ કરી કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકો પર અત્યાતાર અને નિર્દોષ નાગરિકોની હત્યા તાત્કાલિક બંધ કરવામાં આવે

Top Stories India
MAHEBUBA MUFTI PDPના અધ્યક્ષ મહેબુબા મુફતીએ દિલ્હી જંતર મંતર પર કર્યા ધરણા...

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ સોમવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા અને માંગ કરી કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકો પર અત્યાતાર અને નિર્દોષ નાગરિકોની હત્યા તાત્કાલિક બંધ કરવામાં આવે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેમણે દિલ્હીમાં ધરણા કરવાનું એટલા માટે કરવાનું નક્કી કર્યું છે કે  કાશ્મીરમાં ક્યારેય પોતાનો વિરોધ પ્રર્દશન કરવાની  મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ વિરોધ કરવા માંગતા હતા ત્યારે તેમને  નજરકેદ કરી દેવામાં આવતાં હતા અથવા પોલીસ લઇ જતી હતી. પીડીપીના અનેક કાર્યકરોએ જંતર-મંતર પર ધરણામાં ભાગ લીધો હતો.

સોમવારે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે કાશ્મીર એક જેલ બની ગયું છે જ્યાં લોકોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ નથી. ઓગસ્ટ 2019થી કાશ્મીરના નાગરિકો પર અત્યાચાર કરવામાં આવે છે.  ઓગસ્ટ 2019 માં, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.