Ambaji Temple/ યાત્રાધામ અંબાજીમાં મુંબઈના ભક્તે 12 કિલોથી વધુ ચાંદીનું દાન કર્યુ

શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના સોના અને ચાંદીની ભેટ ધરાવે છે. ત્યારે રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી. શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો…

Top Stories Gujarat
Beginners guide to 80 1 યાત્રાધામ અંબાજીમાં મુંબઈના ભક્તે 12 કિલોથી વધુ ચાંદીનું દાન કર્યુ

Ambaji News:  પવિત્ર યાત્રાધામ અંબાજી 51 શક્તિપીઠોમાનું એક ગણાય છે. શ્રદ્ધા, આસ્થાનાં ધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી રહે છે. મંદિર પરિસરમાં પણ લાંબી કતારો જોવા મળતી હોય છે. આ દરમિયાન ભક્તો માં અંબાના ચરણોમાં ભેટ ધરાવતા હોય છે. મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ અને ચાંદીનું દાન ભક્તોએ અત્યાર સુધી કર્યુ છે. ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણો પણ માં અંબાને ભેટ સ્વરૂપે ચઢાવતા હોય છે.

WhatsApp Image 2024 02 26 at 11.31.29 AM યાત્રાધામ અંબાજીમાં મુંબઈના ભક્તે 12 કિલોથી વધુ ચાંદીનું દાન કર્યુ

શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના સોના અને ચાંદીની ભેટ ધરાવે છે. ત્યારે રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી. શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો અને 842 ગ્રામ ચાંદીના 17 ચોરસા ભેટ ધર્યા હતા. જેની કિંમત અંદાજે રૂપિયા 9.24 લાખ છે.

સામાન્ય દિવસે તેમજ પૂનમના દિવસે પણ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમજ મનોકામના પૂર્ણ થયા બાદ કેટલાય ભક્તો માતાને રોકડ રકમ, સુવર્ણ તેમજ ચાંદીનું અઢળક દાન કરે છે. ઉપરાંત, આભૂષણો ચઢાવી માં અંબાના ચરણમાં શીશ નમાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ

આ પણ વાંચો:નીતિ આયોગ રિપોર્ટ: ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે…

આ પણ વાંચો:Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર