Not Set/ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન

દુનિયામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. જો કે તેને રોકવા માટે વેક્સિન હવે માર્કેટમાં આવી ગઇ છે.

Top Stories World
ગરમી 95 એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન
  • વેક્સિનેશનને લગતા મોટા સમાચાર
  • એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોના ઘેરામાં
  • આડઅસર બાદ વેક્સિનેશન પર રોક
  • ફ્રાન્સ, જર્મની, ઈટાલીએ લગાવી રોક
  • પોર્ટુગલ, ડેન્માર્ક, નોર્વેએ પણ રોક લગાવી
  • અત્યાર સુધીમાં 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન
  • તમામ દેશોએ અસ્થાયી સ્વરૂપે લગાવી રોક
  • લોહીમાં ગઠ્ઠા જામી જવાની છે ફરિયાદ
  • નિષ્ણાતોએ કહ્યું આવી ઘટના લાખોમાં એક
  • WHOનો વેક્સિનેશન ચાલુ રાખવા આગ્રહ

દુનિયામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. જો કે તેને રોકવા માટે વેક્સિન હવે માર્કેટમાં આવી ગઇ છે. જો કે હાલમાં બ્રિટિશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાને લઇને મોટા સમાચારો સામે આવી રહ્યા છે. આ વેક્સિન લગાવ્યા બાદ ઘણા લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

ગરમી 94 એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન

આભાર / CM રૂપાણીએ T20 મેચ દર્શકો વિના રમાડવાના નિર્ણય બદલ GCA હોદ્દેદારોનો માન્યો આભાર

આપને જણાવી દઇએ કે, એસ્ટ્રાઝેનેકાની વેક્સિન હવે સવાલોનાં ઘેરામાં આવી ગઇ છે. આ વેક્સિનન લીધા બાદ ઘણા લોકોને લોહીમાં ગઠ્ઠા જામી જવાની ફરિયાદ સામે આવી છે.  વળી ડેનમાર્ક સહિતનાં વિશ્વનાં 18 દેશોએ એસ્ટ્રાઝેનેકાની વેક્સિન પર રોક લગાવી દીધી છે.  જેમા ફ્રાન્સ, જર્મની, ઈટાલી, પોર્ટુગલ, ડેન્માર્ક, નોર્વે જેવા દેશો સામેલ છે. આ તમામ દેશોએ અસ્થાયી સ્વરૂપે રોક લગાવી દીધી છે. લોહીમાં ગઠ્ઠા જામી જવાની ફરિયાદ પર નિષ્ણાંતોનું કહેવુ છે કે, આવી ઘટના લાખોમાં એક હોય છે. વળી WHO નો વેક્સિનેશન ચાલુ રાખવાનો આગ્રહ છે. ઘણા દેશોએ એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાની વાત કહ્યા પછી બંને સંસ્થાઓ આ અઠવાડિયે વિશેષ બેઠક કરશે. આ રીતે રસીનાં ઉપયોગને બંધ કરવો એ વૈશ્વિક રસીકરણ અભિયાનને મોટો આંચકો છે, કારણ કે નિષ્ણાંતોનાં મતે, વિશ્વવ્યાપી 26 લાખથી વધુ લોકોનાં મોત અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને આકાર આપી રહેલા રોગચાળાને સમાપ્ત કરવા માટે રસીકરણ આવશ્યક છે.

ગરમી 96 એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોનાં ઘેરામાં, 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન

Cricket / નમો સ્ટેડિયમને લાગ્યું કોરોનાનું ગ્રહણ, તો શું IPL ની મેચોમાં પણ દર્શકોને નહી મળે પ્રવેશ?

યુરોપિયન યુનિયનનાં ત્રણ મોટા દેશો – જર્મની, ઇટાલી અને ફ્રાન્સ – સોમવારે રસીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ હતુ, અને ત્યારબાદ સ્પેન, પોર્ટુગલ, સ્લોવેનીયા અને લાતવિયા આવ્યા હતા. યુરોપિયન દેશોએ માત્ર એસ્ટ્રાઝેનેકા રસી રોકી ન હોતી, પરંતુ ઇન્ડોનેશિયાએ પણ તેનો ઉપયોગ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, જ્યારે રસી અન્ય રસીઓની તુલનામાં સસ્તી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ