વડોદરા/ એનિમલના બોબી દેઓલને પણ શરમાવે તેવો બુટલેગરનો ડાન્સ,આખરે લોક અપ પહોંચ્યો

કિશનવાડી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક બુટલેગર દ્વારા વિદેશી દારૂની બોટલ માથામાં મૂકી જાણે પોલીસનો કોઈ ખોફ ના હોય એમ કેમ બિન્દાસ રીતે ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો છે.

Top Stories Gujarat Vadodara Breaking News
YouTube Thumbnail 83 1 એનિમલના બોબી દેઓલને પણ શરમાવે તેવો બુટલેગરનો ડાન્સ,આખરે લોક અપ પહોંચ્યો

Vadodara News: રાજ્યમાં દારૂ બંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રોજે રોજે રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરોઅવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારે સફળ થઈ જાય છે તો, ક્યારે પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ આજે તો વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક બુટલેગર દ્વારા વિદેશી દારૂની બોટલ માથામાં મૂકી જાણે પોલીસનો કોઈ ખોફ ના હોય એમ કેમ બિન્દાસ રીતે ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો છે. જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને બુટલેગરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી અને આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં અવી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લગ્નની પાર્ટીમાં ઝુમતો આ વીડિયો બૂટલેગર વિશાલ કહારનો છે. બૂટલેગરને હવે પોલીસનો ડર ન લાગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બૂટલેગર વિશાલ કહાર દારૂની બોટલ માથા ઉપર મૂકીને લગ્નમાં આવે છે અને બોલિવૂડની ફિલ્મ એનિમલના જમાલ કુડુ સોંગ પર ડાન્સ કરે છે.

આ સમયે મોટી સંખ્યામાં લોકો લગ્ન સમયે હાજર હોય છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને દારૂની બોટલ સાથે ડાન્સ કરતા બુટલેગર સહિતના લોકો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 14 મંદિરોનું નિર્માણ, વીડિયો જોઈને તમે કહેશો- વાહ

આ પણ વાંચો:દેશ કહે છે – મોદીની ગેરંટી એટલે પરિપૂર્ણતાની ગેરંટીઃ પીએમ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો:દરિયાની નીચે દ્વારકામાં PM મોદીએ કરી પૂજા, ભગવાન કૃષ્ણને ભેટ કરી તેમની પ્રિય વસ્તુ

આ પણ વાંચો:મુકેશ અંબાણીના બોલાવા પર વિશ્વના આ દિગ્ગજ કલાકારો ભેગા થશે, જામનગરમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો અને ક્રિકેટરોનો થશે મેળાવડો