Not Set/ વડોદરા : પારુલ યુનિ.ના એકાઉન્ટન્ટનું શંકાસ્પદ મોત, તેમની જ કારમાંથી મળ્યો મૃતદેહ

વડોદરા, બળાત્કાર અને સુસાઇડના કેસોના મામલે હંમેશા ચર્ચામાં રહેતી વાઘોડિયાની પારુલ યુનિવર્સીટી વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પારુલ યુનિવર્સિટીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. આ કર્મચારીની ઓળખ હરિશ રાણા તરીકે કરવામાં આવી છે. હરિશ રાણા પારુલ યુનિવર્સીટીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓનો મૃતદેહ કમાટી બાગ પાસેથી […]

Gujarat
rana 1 વડોદરા : પારુલ યુનિ.ના એકાઉન્ટન્ટનું શંકાસ્પદ મોત, તેમની જ કારમાંથી મળ્યો મૃતદેહ

વડોદરા,

બળાત્કાર અને સુસાઇડના કેસોના મામલે હંમેશા ચર્ચામાં રહેતી વાઘોડિયાની પારુલ યુનિવર્સીટી વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પારુલ યુનિવર્સિટીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. આ કર્મચારીની ઓળખ હરિશ રાણા તરીકે કરવામાં આવી છે. હરિશ રાણા પારુલ યુનિવર્સીટીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓનો મૃતદેહ કમાટી બાગ પાસેથી તેમની જ કારમાંથી મળી આવ્યો હતો.

વડોદરાની જુના પાદરા વિસ્તારની ટાગોરનગર સોસાયટીમાં રહેતા હરીશ રાણાના થયેલા શંકાસ્પદ મોત બાદ અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યા છે. હરીશ રાણા નામના આ વ્યક્તિના શરીર પર ઈજાના નિશાન હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે તેઓના પરિવારજનોએ રાણાની હત્યા થઇ હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરીને તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

f235b37d 41c9 4879 adc1 023071227cf0 વડોદરા : પારુલ યુનિ.ના એકાઉન્ટન્ટનું શંકાસ્પદ મોત, તેમની જ કારમાંથી મળ્યો મૃતદેહ parul વડોદરા : પારુલ યુનિ.ના એકાઉન્ટન્ટનું શંકાસ્પદ મોત, તેમની જ કારમાંથી મળ્યો મૃતદેહ

મળતી માહિતી મુજબ, જુના પાદરા વિસ્તારની ટાગોરનગર સોસાયટીમાં રહેતા હરિશ રાણા મંગળવારે સવારે નિત્ય ક્રમ અનુસાર પોતાની કારમાં નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારબાદ સાંજે તેઓ પોતાની ફરજ બજાવીને સામાન્ય રીતે સાંજે સાડા સાત વાગ્યા સુધીમાં ઘરે પરત આવી જતા હતા. પરંતુ, મંગળવારે તેઓ મોડા સુધી પાછા ન આવતા પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી.

બીજી બાજુ મૃતક હરીશ રાણાના મોટાભાઈએ પણ તેમના મૃતદેહ પર ઈજાના નિશાન હોવાનું જણાવીને તેમની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે તેમજ પોલીસ સમક્ષ યોગ્ય તપાસ કરીને પોતાના ભાઈના મોતનું સાચું કારણ બહાર લાવે તેવી તેમણે પોલીસ સમક્ષ માંગ કરી છે.