દુર્ઘટના/ મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા એક દિવસ માટે મોકૂફ રાખી,અશોક ગહેલોત અને દિગ્વિજયસિંહ મોરબી પહોચશે

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે.

Top Stories Gujarat
14 7 મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા એક દિવસ માટે મોકૂફ રાખી,અશોક ગહેલોત અને દિગ્વિજયસિંહ મોરબી પહોચશે

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ

મોરબી દુર્ઘટનાના પગલે આવતીકાલ એક દિવસની યાત્રા મોકૂફ

31ના બદલે હવે 1લી તારીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે

અશોક ગેહલોત અને દિગવિજય સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા, જેનારા લીધે કોંગ્રેસે પરિવર્તન યાત્રા મોકૂફ રાખી છે,એક દિવસ આ પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખી છે.31 ઓકટોબરના બદલે 1લી તાીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે, કોંગ્રેસના અશોક ગહેલોત અને દિગ્ગજ સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે.