Not Set/ કિસાન આંદોલન થયું પૂરું, છતાં ભાજપની પરેશાની વધી, બે ડઝન સીટો પર લટકી રહી છે તલવાર

ખેડૂતોનું આંદોલન (કિસાન ક્રાંતિ યાત્રા) ભલે સમાપ્ત થઇ ગયું હોય પરંતુ ભાજપની ઊંઘ હવે હરામ થઇ ગઈ છે. બે ઓક્ટોબરે દિલ્લી, યુપી બોર્ડર પર જે થયું ત્યારબાદ ભાજપા પર સંકટ મંડરાઈ રહ્યું છે. આંદોલન માટે દિલ્લી પહોચેલા ઘણાં બધા ખેડૂતો પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા. જેમાં મોટા ભાગનાં જાટ હતા જેઓ 2014ની […]

Top Stories India
BJP Bharatiya Janata Party કિસાન આંદોલન થયું પૂરું, છતાં ભાજપની પરેશાની વધી, બે ડઝન સીટો પર લટકી રહી છે તલવાર

ખેડૂતોનું આંદોલન (કિસાન ક્રાંતિ યાત્રા) ભલે સમાપ્ત થઇ ગયું હોય પરંતુ ભાજપની ઊંઘ હવે હરામ થઇ ગઈ છે. બે ઓક્ટોબરે દિલ્લી, યુપી બોર્ડર પર જે થયું ત્યારબાદ ભાજપા પર સંકટ મંડરાઈ રહ્યું છે. આંદોલન માટે દિલ્લી પહોચેલા ઘણાં બધા ખેડૂતો પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા હતા. જેમાં મોટા ભાગનાં જાટ હતા જેઓ 2014ની લોકસભાની ચુંટણીમાં બીજેપી સાઈડ હતા પરંતુ યુપીની ભાજપા સરકાર અને કેન્દ્રની ભાજપા સરકારે જે રીતે એમની સાથે વ્યવહાર કર્યો છે એનાથી તેઓ નારાજ જણાઈ રહ્યા છે. એવી આશંકા જણાઈ રહી છે કે ખેડૂતો 2019 ની લોકસભાની ચુંટણીમાં ભાજપાથી છેડો ફાડી લે.

farmers protest કિસાન આંદોલન થયું પૂરું, છતાં ભાજપની પરેશાની વધી, બે ડઝન સીટો પર લટકી રહી છે તલવાર
Farmers agitation is over, but the BJP is now in crisis

જો આવું થયું તો ભાજપને મોટું નુકશાન થઇ શકે છે કારણકે પશ્ચિમી યુપીથી બે ડઝન જેટલાં સાંસદો ચુંટાઈને લોકસભામાં આવે છે. જાટ સિવાય આ વિસ્તારોમાં મુસ્લિમો પણ વધુ સંખ્યામાં છે. ગઠબંધન મામલે જાટ અને મુસ્લિમ સિવાય દલિત પણ બીજેપી સાથે અબોલા લઇ શકે છે. પશ્ચિમી યુપીમાં જે સાંસદની સીટો આવે છે એમાં મુઝફ્ફરનગર, મુરાદાબાદ, મેરઠ, ગાઝીયાબાદ, મથુરા, ફતેહપુર, આગ્રા વગેરે શામેલ છે.

આંદોલન પૂર્ણ થયા બાદ કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશે કહ્યું હતું કે, અમે જીતી ગયા છીએ પરંતુ ભાજપ સરકાર એમનાં ઉદેશોમાં અસફળ રહી છે. આ આંદોલન ઋણ માફી, સિચાઈ માટે ફ્રી વીજળી, એમએસપી વધારવા સહિત 15 ડિમાન્ડનાં સમર્થનમાં થયું હતું. આ પદયાત્રા થોડા દિવસ પહેલાં જ શરુ થઇ હતી પરંતુ સરકારે ખેડૂતોને દિલ્લીમાં આવતા રોકી લીધા હતા. યુપી બોર્ડર પર મંગળવારે સવારે ખેડૂતો અને જવાનો વચ્ચે ટક્કર પણ થઇ હતી. જોકે ત્યારબાદ સરકારે ત્રણ ઓક્ટોબરે સવારે ખેડૂતોને દિલ્લીના કિસાન ઘાટ સુધી જવાની પરવાનગી આપી હતી.