Not Set/ કોંગ્રેસને શા માટે સામાન્ય પ્રજા પાસેથી ફંડ ઉઘરાવવું પડે છે … વાંચો આ વિસ્તૃત અહેવાલ

ફંડ એક એવી જરુરીયાત જે તમામ રાજકીય પક્ષ માટે અનિવાર્ય હોય છે. કેટલીક પાર્ટીઓને સામેથી ફંડ મળતા હોય છે. કેટલીક પાર્ટીઓએ ફંડ ઉઘરાવવા જવું પડતું હોય છે. સત્તા અને રાજકીય પરિસ્થિતિ ને કારણે આવનારા ફંડ પર અસર પડતી હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ફંડ ઉઘરાવવાની શરૂઆત કરાઈ છે. શા માટે આવી જરૂર પડી જોઈએ […]

Ahmedabad Top Stories Gujarat
કોંગ્રેસને શા માટે સામાન્ય પ્રજા પાસેથી ફંડ ઉઘરાવવું પડે છે ... વાંચો આ વિસ્તૃત અહેવાલ

ફંડ એક એવી જરુરીયાત જે તમામ રાજકીય પક્ષ માટે અનિવાર્ય હોય છે. કેટલીક પાર્ટીઓને સામેથી ફંડ મળતા હોય છે. કેટલીક પાર્ટીઓએ ફંડ ઉઘરાવવા જવું પડતું હોય છે. સત્તા અને રાજકીય પરિસ્થિતિ ને કારણે આવનારા ફંડ પર અસર પડતી હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ફંડ ઉઘરાવવાની શરૂઆત કરાઈ છે. શા માટે આવી જરૂર પડી જોઈએ આ અહેવાલમાં.

modi rahul 1 e1538568347514 કોંગ્રેસને શા માટે સામાન્ય પ્રજા પાસેથી ફંડ ઉઘરાવવું પડે છે ... વાંચો આ વિસ્તૃત અહેવાલ

કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય સ્તરે જનસંપર્ક યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેનો હેતુ બુથ લેવલે સામાન્ય પ્રજા પાસેથી ભંડોળ ઉઘરાવીને કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરવાનો છે. તો સાથે જ સત્તા પક્ષ ભાજપ પર હુમલા કરવાનો છે. બીજી ઓક્ટોબરથી 19 નવેમ્બર, ઈન્દીરા જ્યંતી સુધી નેતાઓ અને કાર્યકરો તેમના વિસ્તારમાં જઈને ભંડોળ ઉઘરાવશે. પ્રજા દ્વારા સ્વેચ્છાએ આપેલા ભંડોળની તેમને પહોંચ પણ આપવમાં આવશે. તો સાથોસાથ કોંગ્રેસ પક્ષ તેના પ્રચાર સાહિત્ય પ્રજાને આપીને પ્રચાર પણ કરશે. કોંગ્રેસ પક્ષ મુજબ હવે  પાર્ટી પાસે પૈસાની ખોટ વર્તાઈ રહી છે. જેના માટે આ ભંડોળ ઉઘરાવવાનો નિર્ણય કરાયો છે.

Congress Fund 4 e1538568398402 કોંગ્રેસને શા માટે સામાન્ય પ્રજા પાસેથી ફંડ ઉઘરાવવું પડે છે ... વાંચો આ વિસ્તૃત અહેવાલ

સામાન્ય વાત છે કે, જે પક્ષ સત્તામાં હોય તેનો ભંડોળની અન્ય પક્ષો કરતા વધારે જ હોય છે. જો ગુજરાત રાજ્યનું ગણિત સમજીએ, તો છેલ્લા 22 વર્ષોથી સત્તાની ખુરશી ભાજપ પાસે છે. એટલે સ્વાભાવિક છે કે, કોંગ્રેસ પક્ષ ભંડોળ એકત્ર કરવામાં પાછો પડ્યો છે. ગત વર્ષના નાણાકીય વર્ષમાં કોંગ્રેસ પક્ષને 16 ટકા જેટલી ખોટ વર્તાઈ હતી. જેથી આ વર્ષે સંગઠન મજબૂત બને અને વધુમાં વધુ લોકસભાની સીટો જીતવા માટે સક્ષમ બને તે માટે ફંડ ઉઘરાવીને જનસંપર્ક યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જો નાણાકીય વર્ષ 2017ના વર્ષની વાત કરવામાં આવે, તો કોંગ્રેસ પક્ષ કરતા સત્તા પક્ષ ભાજપ પાસે સાડા ચાર ગણું વધારે 1034 કરોડ રૂપિયાનું ફંડ છે. એક નજર કરીએ પક્ષ- વિપક્ષ પાસે રહેલ નાણાંકીય ભંડોળની તો….

નાણાકીય વર્ષ ભાજપ કોંગ્રેસ
2014 673.8 598.1
2015 970.4 593.3
2016 570.0 261.6
2017 1034.3 225.4

(આંકડાઓ કરોડમાં)

ઉપરોક્ત આંકડાઓ ADR એટલે કે એસોસીએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સએ જાહેર કરેલી માહિતી મુજબના છે. જે સાફ દર્શાવે છે કે, છેલ્લા 4 વર્ષોમાં કોંગ્રેસ પક્ષમાં 370 કરોડથી વધારે રૂપિયાની ખોટ વર્તાઈ છે, જ્યારે શાસક પક્ષ ભાજપને 400 કરોડથી વધારે  રૂપિયાનો ફાયદો થયો છે. આમ શાસક પક્ષને જ ફાયદો થાય છે તે વાત સ્પષ્ટ છે, જ્યારે 2 દાયકાઓથી વધારે સમયથી સત્તાને ઝંખતી કોંગ્રેસને આવી પરિસ્થિતિમાં ફંડ ઉઘરાવવનો વારો આવ્યો છે.