Not Set/ PM મોદી માટે વિવાદિત ટ્વીટ કરનાર કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનાનું રાજીનામું!

નવી દિલ્હી, કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલની પ્રમુખ અને પૂર્વ સાંસદ રહી ચૂકેલાં દિવ્યા સ્પંદનાએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિવ્યા સ્પંદનાને પક્ષમાં કોઇ નવી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સમર્થન આપવામાં આવ્યું નથી. દિવ્યાએ PM મોદી માટે વિવાદિત […]

Top Stories India Trending Politics
Congress Media Cell President Divya Spandana resigns after controversial tweet for PM Modi!

નવી દિલ્હી,

કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલની પ્રમુખ અને પૂર્વ સાંસદ રહી ચૂકેલાં દિવ્યા સ્પંદનાએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિવ્યા સ્પંદનાને પક્ષમાં કોઇ નવી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઈ છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સમર્થન આપવામાં આવ્યું નથી. દિવ્યાએ PM મોદી માટે વિવાદિત ટ્વીટ કરી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અને પૂર્વ સાંસદ એવા દિવ્યા સ્પંદના દ્વારા પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાની બાબત જાણવા મળી છે.

દિવ્યા સ્પંદનાનાં રાજીનામાં બાદ પક્ષના હાઈકમાન્ડ દ્વારા દિવ્યાની કોઇ મહત્વપૂર્ણ પદ પર નિમણૂંક કરવામાં આવે તેવી સંભાવના છે. જો કે હજી સુધી આ વાતને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા સેલના પ્રમુખ દિવ્યા સ્પંદના ત્યારે વિવાદ આવી હતી. જ્યારે તેણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને વિવાદસ્પદ ટ્વીટ કર્યું હતું. દિવ્યાના આ ટ્વીટ બાદ તેની વિરુદ્ધમાં લખનઉ શહેરમાં દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળનો ગુનો કાર્યની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જો કે નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલાને લઇને દિવ્યા સ્પંદનાએ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. PM નરેન્દ્ર મોદી સામે કરેલી આ ટ્વીટ બાદ દિવ્યા સ્પંદનાની ભારે નિંદા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું હતું કે, વડાપ્રધાન સામે આવી ટ્વીટ કરીને તેણીએ દેશનું અપમાન કર્યું છે. પૂર્વ સાંસદ દિવ્યા સ્પંદનાએ રાફેલ ડીલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હલ્લાબોલ કર્યું હતું.

તેણીએ પીએમ મોદીનો એક વિવાદાસ્પદ ફોટો પણ ટ્વીટ કર્યો હતો. દિવ્યાએ કરેલી આ ટ્વીટ પછી સૈયદ રિજવાન અહમદ નામના વકીલ દ્વારા લખનઉના ગોમતીનગર પોલીસ મથકમાં દિવ્યા સ્પંદના સામે દેશદ્રોહ અને આઇટી એક્ટ હેઠળનો ગુનો કર્યાની ફરિયાદ નોંધવવામાં આવી હતી.