Public Transport/ એસટી માટે 100 નવી બસનું લોકાર્પણ કરતાં હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં એસ.ટી. નિગમની 100 નવી બસનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે લીલી ઝંડી બતાવી બસો રવાના કરી હતી. તેમા પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 03 06T164045.421 એસટી માટે 100 નવી બસનું લોકાર્પણ કરતાં હર્ષ સંઘવી

સુરતઃ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં એસ.ટી. નિગમની 100 નવી બસનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે લીલી ઝંડી બતાવી બસો રવાના કરી હતી. તેમા પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. ગુજરાતની વસ્તી દાયકામાં દસ કરોડને આંબી જશે તેને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહનને ઓપ આપવામાં આવી રહ્યો છે.

અધ્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 13થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઇ છે. 27 લાખ મુસાફરો પ્રતિદિન ST બસમાં મુસાફરી કરે છે. આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે.સો બસોમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. અધ્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ