ગુજરાતી ફિલ્મોને સબસિડી/ 189 ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારે 47 કરોડની સહાય ચૂકવી

વિધાનસભા ખાતે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.

Top Stories Gujarat
Gujarati Film Subsidy
  • ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબધ્ધ
  • ગુજરાતી ફિલ્મોને ગ્રેડ અનુસાર રૂ. પાંચ લાખથી લઈને રૂ. 75 લાખની સહાય ચૂકવાય છે
  • ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ માટે કાર્યરત તજજ્ઞોની કમિટી દ્વારા સંપૂર્ણ ચકાસણી બાદ સહાય 

વિધાનસભા ખાતે ગુજરાતી ફિલ્મોને Gujarati Film Subsidy પ્રોત્સાહન આપવા અંગેના પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી પ્રત્યુત્તર આપતા મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું છે, કે ગુજરાતી ફિલ્મોને ઉત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રતિબદ્ધ છે.રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 189 ગુજરાતી ફિલ્મોને 47 કરોડની આર્થિક સહાય ચૂકવાઇ છે. ચાલુ વર્ષે 43 ફિલ્મોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે.

રાઘવજી પટેલે ઉમેર્યું કે, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે Gujarati Film Subsidy વર્ષ 2016થી આ સહાય આપવાની નીતિ કાર્યરત છે અને વર્ષ 2019માં તેને ઉદાર કરીને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નીતિ અન્વયે ફિલ્મોને ગ્રેડ અનુસાર સહાય અપાય છે. જેમાં A+ ગ્રેડ માટે રૂપિયા 75 લાખ A ગ્રેડ માટે રૂ. 50 લાખ, B ગ્રેડ માટે રૂ. 40 લાખ, C ગ્રેડ માટે રૂ. 30 લાખ, D ગ્રેડ માટે રૂપિયા 20 લાખ, E ગ્રેડ માટે 10 લાખ અને F ગ્રેડ કક્ષાની ફિલ્મને રૂ. પાંચ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મોની પસંદગી માટેની તજજ્ઞ કમિટીના સભ્યોના પૂરક પ્રશ્નના Gujarati Film Subsidy ઉત્તરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ તજજ્ઞ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો, ખ્યાતનામ નામ દિગ્દર્શકો, ખ્યાતનામ કલાકારો અને ખ્યાતનામ લેખકોનો સમાવેશ કરી પેનલ તૈયાર કરી છે, તેમાંથી જરૂરિયાત અનુસારના સભ્યોની કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં મોટાભાગના સભ્યો ગુજરાતી જ છે. આ કમિટી દ્વારા જે ગુજરાતી ફિલ્મોની સહાય માટે અરજીઓ આવે છે. તે તમામ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરીને ગુણ આપવામાં આવે છે. જેના આધારે ગ્રેડ નક્કી કરીને સહાય આપવામાં આવે છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ મળી હતી તે પૈકી 43 ફિલ્મોને સહાય Gujarati Film Subsidy ચૂકવવાના હુકમો કરી દેવાયા છે. બાકીની પડતર અરજીઓને સત્વરે સહાય ચૂકવાશે. પડતર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે અરજીદીઠ અંદાજે 200 થી 100 જેટલા વાઉચરો સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે. નિર્માતાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ ન કરતા વિલંબ થાય છે. આ માટે સરકાર દ્વારા સામેથી સંકલન કરીને કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પૂરી થયે સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો ક્લાઇમેટ ચેન્જ/ ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સનો એક્શન પ્લાન તૈયાર થયો

આ પણ વાંચોઃ ગાંધી કુટુંબ સામે કેસો/ ગાંધી પરિવાર કયા-કયા કેસોનો સામનો કરી રહ્યો છે તે જાણો

આ પણ વાંચોઃ રાહુલને ઝટકો/ માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ, લોકસભામાંથી થઇ વિદાય

આ પણ વાંચોઃ Politics/ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સમર્થકને માર્યો થપ્પડ, કેમેરામાં કેદ થઈ આખી ઘટના