Not Set/ લઠ્ઠાકાંડ: લોકોને નશામાં રાખવાનું ભાજપનું ષડયંત્રઃ ધાનાણી

અમદાવાદ અમદાવાદમાં ફરીએક વાર લઠ્ઠાકાંડની અસર જોવા મળી. જેમાં 4 શખ્સની દેશી દારૂ પીવાના કારણે તબીયત લથડતા સોલા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર છે. આ મામલે પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ શાસનની સ્થિતિ લથડી રહી છે. આ સાથે પરેશ ધાનાણીએ  ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે […]

Top Stories Gujarat Trending
ddas 3 લઠ્ઠાકાંડ: લોકોને નશામાં રાખવાનું ભાજપનું ષડયંત્રઃ ધાનાણી

અમદાવાદ

અમદાવાદમાં ફરીએક વાર લઠ્ઠાકાંડની અસર જોવા મળી. જેમાં 4 શખ્સની દેશી દારૂ પીવાના કારણે તબીયત લથડતા સોલા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર છે.

આ મામલે પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ શાસનની સ્થિતિ લથડી રહી છે. આ સાથે પરેશ ધાનાણીએ  ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે લોકોને નશામાં રાખવાનું ભાજપનું ષડયંત્ર છે

લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,કોઈ એકાદ ઘટનાને લઈને કોંગ્રેસ ગુજરાતનાં યુવાનો અને તેમના સંસ્કારને બદનામ કરે છે.

કોંગ્રેસનાં સમયમાં લઠ્ઠાકાંડ અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવતી ન હતી અને તેમના સમયમાં કોઈ ધરપકડ પણ થઈ નથી. કોંગ્રેસનાં રાજમાં તેમના નેતાઓના ઘરમાંથી ગુનેગારો પકડાતાં હતાં જ્યારે ભાજપ સરકારમાં ગુનેગારો અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. કોંગ્રેસના પ્રભારી અને નેતાઓ પોતાની હતાશા છુપાવવા પ્રયત્નો કરે છે. તેમ ભરત પંડ્યાએ જણાવ્યું હતું.