Politics/ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સમર્થકને માર્યો થપ્પડ, કેમેરામાં કેદ થઈ આખી ઘટના

સપ્ટેમ્બર 2019 માં પણ, સિદ્ધારમૈયા મૈસુર એરપોર્ટ પર તેમના સાથીદારને ગાલ પર થપ્પડ મારતા કેમેરામાં ઝડપાયા હતા.

Top Stories India
થપ્પડ

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ શુક્રવારે એક સમર્થકને થપ્પડ મારી હતી. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે, આવી સ્થિતિમાં સમર્થકો તેમના નેતાને ટિકિટ અપાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંદર્ભમાં, હરિહર કોંગ્રેસના ધારાસભ્ય રામપ્પાના સમર્થકો આજે સવારે સિદ્ધારમૈયાના ઘરની બહાર એકઠા થયા હતા. તેમનો ઈરાદો તેમના નેતા રામપ્પાને ટિકિટ આપવા માટે સિદ્ધારમૈયા પર દબાણ લાવવાનો હતો.

તેમના ઘરની બહાર રામાપ્પાના સમર્થકોની ભીડ જોઈને સિદ્ધારમૈયા બહાર આવ્યા. આ દરમિયાન રામાપ્પાના સમર્થકોએ તેમને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેઓ ગુસ્સે થઈ ગયા. આ ગુસ્સામાં સિદ્ધારમૈયાએ એક સમર્થકને થપ્પડ મારી હતી. આ પછી તે પોતાની કારમાં જતા રહ્યા હતા. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સિદ્ધારમૈયા કોઈને થપ્પડ મારતા જોવા મળ્યા હોય. અગાઉ સપ્ટેમ્બર 2019 માં પણ, સિદ્ધારમૈયા મૈસુર એરપોર્ટ પર તેમના સાથીદારને ગાલ પર થપ્પડ મારતા કેમેરામાં ઝડપાયા હતા.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે

આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં મે સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. આવા સંજોગોમાં વિવિધ પક્ષોના નેતાઓ ટિકિટ મેળવવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, તે ચૂંટણીઓમાં ભાજપે 224 વિધાનસભા બેઠકોમાંથી 104 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ 80 બેઠકો સાથે બીજા ક્રમે અને જનતા દળ સેક્યુલર ગઠબંધન 37 બેઠકો સાથે ત્રીજા ક્રમે છે. જો કે, આશ્ચર્યજનક વાત એ હતી કે 2018માં કોંગ્રેસને 38.14 ટકા વોટ મળ્યા હતા જ્યારે 36.35 ટકા લોકોએ ભાજપની તરફેણમાં વોટ કર્યા હતા.

આ પણ વાંચો:કેન્દ્રીય તપાસ એજન્સીઓના દૂરુપયોગના આરોપ સાથે 14 વિપક્ષ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં

આ પણ વાંચો:મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપ, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી મપાઈ તીવ્રતા

આ પણ વાંચો: રૂદ્રાક્ષ સેન્ટરમાં PM મોદી, થોડી વારમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધશે

આ પણ વાંચો:કળિયુગી માતાએ જન્મ આપતાં જ લાખોમાં વેચ્યું બાળક, પોલીસે બચાવ્યો નવજાતનો જીવ

આ પણ વાંચો: રાહુલની સજાના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે