અકસ્માત/ કનૌર-બેગલુરું એક્સપ્રેસ પર પડ્યો પથ્થર, ટ્રેનનાં 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસનાં પાંચ કોચ શુક્રવારે વહેલી સવારે બેંગલુરુ ડિવિઝનના ટોપપુર-શિવાડી વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સાલેમ નજીક થયો હતો.

Top Stories India
કનૌર-બેગલુરું એક્સપ્રેસ

આજે એટલે કે શુક્રવારે (12 નવેમ્બર) વહેલી સવારે કર્ણાટકમાં, કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસ (ટ્રેન નં. 07390) નાં 5 ડબ્બા પર અચાનક પથ્થર પડતા તે પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો, જોકે તમામ 2348 મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના સવારે 3.50 કલાકે બની હતી. સમાચાર એજન્સી ANI એ સાઉથ વેસ્ટર્ન રેલ્વે (SWR) ને ટાંકીને જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ અથવા ઈજાનાં અહેવાલ નથી.

આ પણ વાંચો – મુંબઈમાં ફરી લાગી આગ / માનખુર્દના મંડલા ભંગાર ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે

કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસનાં પાંચ કોચ શુક્રવારે વહેલી સવારે બેંગલુરુ ડિવિઝનના ટોપપુર-શિવાડી વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત સાલેમ નજીક થયો હતો. સાઉથ વેસ્ટર્ન રેલ્વે (SWR) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ટ્રેન પર અચાનક પથ્થર પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેન ગુરુવારે સાંજે 6.05 કલાકે કન્નુરથી નીકળી હતી. દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોચ B1, B2 (થર્ડ એસી), S6, S7, S8, S9, S10 સ્લીપર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાને પગલે બેંગલુરુ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) શ્યામ સિંહ વરિષ્ઠ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક અકસ્માત રાહત ટ્રેન (ART) અને મેડિકલ ઇક્વિપમેન્ટ વાન પણ સવારે 4.45 વાગ્યે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત સાલેમનાં ડીઆરએમ અને તેમની ટીમ પણ સવારે 5.30 વાગ્યે ઈરોડથી એઆરટી સાથે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. દરમિયાન, દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ પણ માહિતી આપી છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેના નિવેદનમાં, રેલ્વેએ કહ્યું કે કન્નુર-બેંગલુરુ એક્સપ્રેસમાં સવાર તમામ 2348 મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાની થઈ નથી. જો કે ટ્રેનનાં કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ તેને ઠીક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરતાની સાથે જ તમામ મુસાફરો પરેશાન થઈ ગયા હતા.

આ પણ વાંચો – મોટા સમાચાર / સતત વધી રહી છે ગૌતમ અદાણીની સંપત્તિ, આ મામલે અંબાણી અને જેફ બેજોશને છોડ્યા પાછળ

બસમાંથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને ઉતારવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને મુસાફરો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલમાંથી ચાલીને મુસાફરો રસ્તા પર પહોંચ્યા જ્યાં મુસાફરોને ઘરે લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તાર પહાડોથી ઘેરાયેલો છે અને રસ્તાની વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી પરેશાન મોટાભાગનાં મુસાફરો બહાર આવી ગયા હતા. જ્યાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે તે રસ્તો વળાંકવાળો છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેનનાં પાટા પર મોટા પથ્થરો પડ્યા છે, જેને હટાવવામાં આવી રહ્યા છે.