TAPI/ જાણો કયા ક્લાસ વન ઓફિસરની ACB એ કરી ધરપકડ?

તાપીના શિક્ષણઅધિકારીની એસીબી દ્વારા ધરપકડ સમાચા સામે આવી રહ્યા છે. ક્લાસ વન ઓફિસરની ધરપકડથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઇ ગયો છે.

Top Stories
ipl2020 27 જાણો કયા ક્લાસ વન ઓફિસરની ACB એ કરી ધરપકડ?

તાપીના શિક્ષણઅધિકારીની એસીબી દ્વારા ધરપકડ સમાચા સામે આવી રહ્યા છે. ક્લાસ વન ઓફિસરની ધરપકડથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર આ ઓફિસરે રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.

દેશમાં જ્યા એક તરફ કરપ્સનને હટાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યા બીજી તરફ આ પ્રકારનાં ઉચા હોદ્દા પર બેઠેલા લોકો દ્વારા લેવાતી લાંચનાં સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, તાપીનાં શિક્ષણાધિકારી બી.એમ.પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, શાળાને આપેલી નોટીસ પરત ખેંચવા લાંચ માંગી હતી. જેમા 8 લાખ રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. આ લાંચ શિક્ષણાધિકારીનાં ક્લાર્કને આપવાની હતી. જો કે આ મામલે ક્લાર્કને ગંધ આવી જતા પણ છટકું નિષ્ફળ થયુ હતુ. એસીબીએ બંને સામે મોડી રાત્રે ગુનો દાખલ કર્યો છે. એસીબીનાં ઓપરેશનથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ