Not Set/ કમલનાથની મુશ્કેલીઓમાં વધારો, SIT એ જાહેર કરી નોટીસ

રાજ્યમાં જ્યાં કોરોનાનો કહેર છે, તે દરમિયાન મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ હનીટ્રેપની પેન ડ્રાઇવ હોવાનો દાવો કરીને મુશ્કેલીમાં મુકાયા છે,

Top Stories India
1 85 કમલનાથની મુશ્કેલીઓમાં વધારો, SIT એ જાહેર કરી નોટીસ

રાજ્યમાં જ્યાં કોરોનાનો કહેર છે, તે દરમિયાન મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ હનીટ્રેપની પેન ડ્રાઇવ હોવાનો દાવો કરીને મુશ્કેલીમાં મુકાયા છે, હનીટ્રેપ કેસની તપાસ કરનારી એસઆઈટીએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું હનીટ્રેપવાળા નિવેદનને પોતાની તપાસમાં સામેલ કરી લીધુ છે.

શરમજનક ઘટના / ભારતમાં બિલ ગેટ્સની ધરપકડની ઉઠી માંગ, #ArrestBillGates ટ્વિટર પર થઇ રહ્યુ છે ટ્રેન્ડ

આ બાબતે તપાસ કરી રહેલી એસઆઈટીએ તેમને પેન ડ્રાઇવની તપાસ એજન્સીને સોંપવા નોટીસ મોકલી છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં એસઆઈટી નોટીસ જારી કરીને કમલનાથ પાસેથી હનીટ્રેપની પેન ડ્રાઇવ માંગી છે, સાથે સાથે એસઆઇટી આ મામલામાં કમલનાથને 2 જૂનનાં રોજ શ્યામલા હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને આ મામલે પૂછપરછ કરવા પહોંચશે. આપને જણાવી દઇએ કે, એસઆઈટીની મોટીસ બાદ કમલનાથની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા ભોપાલમાં પૂર્વ મંત્રી ઉમંગ સિંઘારની મહિલા મિત્રએ આત્મહત્યા કરી હતી, આત્મહત્યા પછીનાં બીજા જ દિવસે પોલીસે ઉમંગ સિંઘાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તે પછી કોંગ્રેસ બચાવમાં આવી, તે દરમિયાન કમલનાથે કહ્યું હતું કે અમારી પાસે પણ હનીટ્રેપની પેન ડ્રાઇવ છે. કમલનાથનાં નિવેદનને લઈને વિવાદ વધ્યો છે.

માનવતા શર્મસાર / કોરોના પોઝિટિવ દર્દીનાં મોત બાદ તેની ડેડ બોડીને પુલથી નીચે નદીમાં ફેંકી દેવામાં આવી, Video

કમલનાથને અપાયેલી નોટીસ અનુસાર તપાસ અધિકારી 2 જૂને તેમના ઘરે જશે અને તેમના નિવેદનની સાથે પેન ડ્રાઇવ લેશે. આ કેસમાં કોંગ્રેસનાં મીડિયા સંયોજક નરેન્દ્ર સલુજાએ કહ્યું કે તેમણે ક્યારેય કહ્યું નથી કે તેમની પાસે અસલ પેન ડ્રાઇવ અથવા સીડી છે. આ તો બંધ બેઠકની હવામાં ઉડેલા સમાચાર છે, જો કોઈની પાસે કમલનાથનાં નિવેદનનો કોઈ વીડિયો અથવા પુરાવા છે, તો તે જાહેર કરે. આ મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય કૃણાલ ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે એસઆઈટીએ જે તપાસ હાથ ધરી છે, તે તપાસ આગળ વધારવાનાં બદલે કમલનાથને નિશાન બનાવી રહી છે, કેમ કે કમલનાથ જનતાનાં મૂળ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ જ કારણ છે કે શિવરાજ સરકાર રાજકારણથી પ્રેરિત એસઆઈટીનો ઉપયોગ કરી રહી છે.

kalmukho str 26 કમલનાથની મુશ્કેલીઓમાં વધારો, SIT એ જાહેર કરી નોટીસ