ઇસ્લામાબાદ/ પાકિસ્તાનમાં ‘દાઉદ ઈબ્રાહિમ 2.0’, ડ્રગ્સની દુનિયામાં ગુંજતું નવું નામ, શું તમે ISIના આ નવા ગુનેગારને જાણો છો?

પાકિસ્તાનમાં ફરી એકવાર ડ્રગ્સની દુનિયામાં ગુંજતું નવું નામ સામે આવ્યું છે, જેનું નામ છે, ‘દાઉદ ઈબ્રાહિમ’ છે. કોણ છે આ નવો ડ્રગ માફિયા, શું તમે ISIના આ નવા ગુનેગારને જાણો છો?

Top Stories World
WhatsApp Image 2023 05 18 at 12.50.39 PM 6 પાકિસ્તાનમાં 'દાઉદ ઈબ્રાહિમ 2.0', ડ્રગ્સની દુનિયામાં ગુંજતું નવું નામ, શું તમે ISIના આ નવા ગુનેગારને જાણો છો?

પાકિસ્તાનમાં એક નવો ડ્રગ માફિયા હવે દુનિયાભરમાં ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યો છે. તેના છેડા અંડરવર્લ્ડ અને ISI સાથે પણ જોડાયેલા છે. જેનું નામ છે ‘દાઉદ ઈબ્રાહિમ’  કહેવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગયા વર્ષથી ઘણા ડ્રગ માફિયાઓ પર કાર્યવાહી કરવા માટે તેના પ્રયાસો ઝડપી કર્યા છે.

અધિકારીઓએ  કોચીમાં ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં પણ સફળતા મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સની દુનિયામાં એક નવું નામ NCB અધિકારીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ નામ છે હાજી સલીમ ઉર્ફે હાજી અલી તેને ‘ISIનો નવો દાઉદ ઈબ્રાહિમ’ પણ કહેવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ NCB અને અન્ય ભારતીય એજન્સીઓ હાજી અલીની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. એવું માનવામાં આવે છે કે હાજી અલી પાકિસ્તાનમાં રહે છે અને તેના સુરક્ષિત આશ્રયસ્થાનથી અડધા વિશ્વમાં ડ્રગ્સનું વિશાળ સામ્રાજ્ય ચલાવે છે. આ નવો ડ્રગ માફિયા અફઘાનિસ્તાનનો રહેવાસી હોવાનું જણાય છે પરંતુ હાલ તે પાકિસ્તાનમાં રહે છે. પહેલા તે અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર ડ્રગ્સની દાણચોરી કરતો હતો પરંતુ હવે તેણે પોતાનો ખતરનાક ધંધો ઘણા દેશોમાં ફેલાવી દીધો છે.

અરબી સમુદ્રમાં મજબૂત નેટવર્ક

હાજી સલીમ 2015 પછી ડ્રગ માફિયા તરીકે ઉભરી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે 2016 પછી ભારતમાં પકડાયેલા ડ્રગ્સના તમામ મોટા કન્સાઇનમેન્ટ પાછળ હાજી સલીમનો હાથ હતો. હાજી સલીમ દરિયા દ્વારા ડ્રગ્સની દાણચોરીમાં નિષ્ણાત છે અને તેણે અરબી સમુદ્રમાં એક વિશાળ નેટવર્ક પણ બનાવ્યું છે

ISIનો ‘નવો દાઉદ

ભારતીય એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’માં ભારતમાં ડ્રગ્સની દાણચોરીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હોવાનો જણાય રહ્યું છે. હાજી સલીમના આઈએસઆઈ અને અંડરવર્લ્ડ કનેક્શન પણ સામે આવ્યા છે અને એ પણ જાણવા મળ્યું છે કે આઈએસઆઈ અને અંડરવર્લ્ડ બંનેને ભારતમાં ડ્રગ્સની દાણચોરીથી પૈસા મળતા હતા. હાજી સલીમ ડ્રગ્સના વેપારમાંથી પણ મોટી કમાણી કરી રહ્યો છે અને તેને ISIનો ‘નવો દાઉદ ઈબ્રાહિમ’ કહેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ કોલંબિયા-પ્લેન અકસ્માત/ કોલંબિયાના જંગલમાં જોવા મળ્યો ચમત્કાર, પ્લેન ક્રેશના બે અઠવાડિયા બાદ 4 બાળકો જીવતા મળ્યા

આ પણ વાંચોઃ મોતનું બીજ/ બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચોઃ IPL 2023 Points Table/ ટોપ પર ગુજરાત ટાઇટન્સ, મુંબઈ-ચેન્નઈ અને લખનઉ વચ્ચે ટક્કર, જાણો કોનું પત્તું સાફ થયું?