Not Set/ ફેસબુક અને ટ્વીટરથી પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર : જાણો આ બેંકે ચાલુ કરી નવી સેવા

SBI દ્વારા પોતાના ગ્રાહકોને સારી અને ફાસ્ટ સર્વિસ આપવા માટે એક શાનદાર સર્વિસ શરુ કરવામાં આવી છે. જેના દ્વારા હવે ફેસબૂક અને ટ્વિટર દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ કામ આપ SBIની એપની મદદથી કરી શકશો. આ સુવિધાથી આપ ફેસબૂક પેજ અને ટ્વિટર હેંડલ દ્વારા માત્ર પૈસા જ નહીં પરંતુ બેલેંસ ચેક કરવા સહિત, છેલ્લા […]

Top Stories India
652730 sbi new ફેસબુક અને ટ્વીટરથી પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર : જાણો આ બેંકે ચાલુ કરી નવી સેવા

SBI દ્વારા પોતાના ગ્રાહકોને સારી અને ફાસ્ટ સર્વિસ આપવા માટે એક શાનદાર સર્વિસ શરુ કરવામાં આવી છે. જેના દ્વારા હવે ફેસબૂક અને ટ્વિટર દ્વારા પણ પૈસા ટ્રાન્સફર કરી શકાશે. આ કામ આપ SBIની એપની મદદથી કરી શકશો. આ સુવિધાથી આપ ફેસબૂક પેજ અને ટ્વિટર હેંડલ દ્વારા માત્ર પૈસા જ નહીં પરંતુ બેલેંસ ચેક કરવા સહિત, છેલ્લા પાંચ ટ્રાંજેક્શનની પણ જાણકારી મેળવી શકશો.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે. સોશિયલ મીડિયા દ્વારા બેંકિંગને સંભવ બનાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે SBI મિંગલ એપ લોન્ચ કરી છે. આ SBIની સોશિયલ બેંકિંગ એપ છે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

maxresdefault 4 1 e1530862709862 ફેસબુક અને ટ્વીટરથી પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર : જાણો આ બેંકે ચાલુ કરી નવી સેવા

આ એપનો ઉપયોગ શરૂ કર્યા પહેલા તમારે રજિસ્ટર કરવાનું રહેશે. આના માટે તમે એપ શરૂ કરશો, તેમાં યૂઝરનું ઓપ્શન આવશે. આના પર તમારે ક્લિક કરી તમારે તમારી ડિટેલ રજિસ્ટર કરવાની રહેશે. ત્યારબાદ Continue with Facebookના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે તમારા ફેસબૂક યૂઝર નેમ અને પાસવર્ડથી લોગ ઈન કરવાનું રહેશે. જેવા તમે આગળ વધશો, તો તમને તમારા એસબીઆઈ ડેબિટ કાર્ડની ડિટેલ માંગવામાં આવશે.

com.sbi .mingle e1530862743443 ફેસબુક અને ટ્વીટરથી પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર : જાણો આ બેંકે ચાલુ કરી નવી સેવા

ત્યારબાદ, તેને વેલિડેટ કરતા જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક તરફથી ઓટીપી મોકલવામાં આવશે. આને એંટર કર્યા બાદ પાસવર્ડ સેટ કરવાનો રહેશે. ત્યરબાદ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકશો.

એસબીઆઈ મિંગલ પર લોગ ઈન કર્યા બાદ તમારે Pay a Friend પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપને બે રીતે ફંડ ટ્રાંસફર કરવાનો વિકલ્પ મળે છે. આમાં પે ટૂ એકાઉન્ટ અને પે ટૂ ફ્રેંડ્સનો વિકલ્પ મળશે.

પે ટૂ એકાઉન્ટ ફિચર દ્વારા તમે એ લોકોને પૈસા મોકલી શકશો, જેમને તમે તમારા ખાતા સાથે બેનિફિશિયરી સાથે જોડ્યા છે. જો, તમે ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માંગો છો, તો બીજુ ઓપ્શન તમારા માટે છે. ફેસબૂક દ્વારા પૈસા મોકલવા માટે તમારે ફેસબૂક પર લોગ ઈન કરવાનું રહેશે. અહીં તમને એસબીઆઈના અધિકારિક ફેસબૂક પેજ પર જઈ એસબીઆઈ મિંગલ પર જવાનું રહેશે. જેવું પેજ ખુલશે, તમારે એપ લોન્ચ કરવાની રહેશે.

Screenshot 33 e1530862776234 ફેસબુક અને ટ્વીટરથી પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર : જાણો આ બેંકે ચાલુ કરી નવી સેવા

જો તમે ફેસબૂક દ્વારા બેંકિંગ લેવડ-દેવડ કરવા માંગો છો, તો આના માટે તમારે એસબીઆઈ મિંગલના ફેસબૂક પેજ પર જવાનું રહેશે. આના દ્વારા એપમાં લોગ ઈન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકશો. આ પૈસા તમે પહેલાથી જ જોડેલ બેનફિશિયરીને મોકલી શકો છો. આ સિવાય નવા બેનિફિશિયરી પણ જોડી શકો છો.

આજ રીતે ટ્વીટરથી પૈસા મોકલવા માટે અથવા પોતાના ખાતાને લઈ અન્ય જાણકારી મેળવવા માટે તમારે કેટલાક નક્કી કરેલ હેશટેગનો ઉપયોગ કરવો પડશે. આ હેશટેગનું લીસ્ટ તમે https://www.sbi.co.in/sbimingle/ પર જોઈ શકો છો.