Not Set/ મોબ લિંચિંગ!! અમેઠીમાં એકવાર ફરી ભીડતંત્રએ લીધો નિવૃત્ત આર્મી કેપ્ટનનો જીવ

ઉત્તર પ્રદેશના અમેઠીમાં અજાણ્યા હુમલાખોરોએ 64 વર્ષીય સૈન્યનાં નિવૃત્ત કેપ્ટનની ઢોર માર મારી હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત સૈન્ય અધિકારી અમાનુલ્લાહ અને તેની પત્ની તેમના ઘરે હતા ત્યારે લોકોનાં ટોળાએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ કેસની તપાસ ચાલુ છે. હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટના શનિવારે […]

India
707522 706199 lynching મોબ લિંચિંગ!! અમેઠીમાં એકવાર ફરી ભીડતંત્રએ લીધો નિવૃત્ત આર્મી કેપ્ટનનો જીવ

ઉત્તર પ્રદેશના અમેઠીમાં અજાણ્યા હુમલાખોરોએ 64 વર્ષીય સૈન્યનાં નિવૃત્ત કેપ્ટનની ઢોર માર મારી હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત સૈન્ય અધિકારી અમાનુલ્લાહ અને તેની પત્ની તેમના ઘરે હતા ત્યારે લોકોનાં ટોળાએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ કેસની તપાસ ચાલુ છે. હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટના શનિવારે રાત્રે કમરુલી પોલીસ સ્ટેશનની સીમમાં આવેલા ગોડિયનનાં પુરવા ગામે બની હતી.

તેમનાં પુત્રએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “હુમલો કરનારાઓએ અમાનુલ્લાહનાં માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમની તે જ સમયે મોત થઇ ગઇ હતી.” તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે તેના માતા-પિતા ઉપરાંત પરિવારનાં કોઈ પણ સભ્યો ઘરમાં નહોતા. કેટલાક બદમાશો રાત્રે ઘરે આવ્યા હતા અને તેમના માતા-પિતાને દોરડા સાથે બાંધી દીધા હતા અને પિતાનાં માથા પર લાકડી અને ડંડાથી પ્રહાર કરી તેમની હત્યા કરી હતી.

રાજ્યમાં સતત બની રહેલી આ પ્રકારની ઘટનાને લઇને વિરોધ પક્ષે સીએમ યોગી આદિત્યનાથને સવાલો કર્યા છે. યોગી આદિત્યનાથ સરકાર પર વિરોધી પક્ષો દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અંકુશમાં લેવા માટે કોઇ જ ખાસ પગલા નહી લીધા હોવાનો આરોપ છે. જૂનમાં, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મહત્વાનાં મુદ્દામાં રાજ્યમાં દુષ્કર્મ અને મોબ લિંચિંગમાં આવેલી વૃદ્ધિ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનાં નજીક કહેવાતા સુરેન્દ્ર સિંહની આ વર્ષે મે મહિનામાં લોકસભાની ચૂંટણીનાં થોડા સમય બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે તેમમના ઘરની બહાર સૂતા હતા. સિંહની હત્યા પર સ્મૃતિ ઈરાની અમેઠી આવ્યા હતા અને તે મૃતકનાં પરિવારને મળ્યા હતા અને અંતિમ સંસ્કારમાં પણ તે શામિલ રહ્યા હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલો ઉકેલીને કહ્યું હતુ કે, ભૂતપૂર્વ ગ્રામ પ્રધાનનાં હત્યારાઓ તેમના સ્થાનિક રાજકીય વિરોધીઓ હતા. ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાની માટે ચૂંટણી પ્રચાર કર્યો હોવાથી સિંહની હત્યા કરવામાં આવી હોવાનું વ્યાપક અનુમાન લગાવવામાં આવ્યું હતું. મીડિયાને સંબોધન કરતાં પુરાવાના આધારે પોલીસ મહાનિદેશક ઓ.પી.સિંઘે જણાવ્યું હતું કે, પીડિતને સ્થાનિક સ્તરનો વિરોધ હતો કારણ કે એક આરોપી પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છતો હતો, પરંતુ સિંહ બીજા ઉમેદવારને ટેકો આપી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.