Not Set/ કર્ણાટકમાં આજે યેદિયુરપ્પા શક્તિ પરીક્ષણ માટે તૈયાર, સાબિત કરશે બહુમત

કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા બહુમત સાબિત કરવાનાં છે. જેને લઇને હવે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાની ટીમ પૂરી રીતે તૈયાર છે. આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ વિશ્વાસમતનાં એક દિવસ પહેલા રવિવારે કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ગત કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર દ્વારા તૈયાર કરાયેલ ફાઇનાન્સ બિલને […]

India
yedurappa કર્ણાટકમાં આજે યેદિયુરપ્પા શક્તિ પરીક્ષણ માટે તૈયાર, સાબિત કરશે બહુમત

કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા બહુમત સાબિત કરવાનાં છે. જેને લઇને હવે મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાની ટીમ પૂરી રીતે તૈયાર છે. આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ વિશ્વાસમતનાં એક દિવસ પહેલા રવિવારે કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ગત કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર દ્વારા તૈયાર કરાયેલ ફાઇનાન્સ બિલને સોમવારે ગૃહમાં કોઈ ફેરફાર કર્યા વિના રજૂ કરશે. યેદિયુરપ્પાએ કહ્યું કે, સોમવારે હુ 100 ટકા બહુમતી સાબિત કરીશ.

મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે,  ફાઇનાન્સ બિલ (એપ્લિકેશન બિલ) તાત્કાલિક પસાર કરવાની જરૂર છે, નહીં તો આપણે પગાર ચૂકવવા પૈસા નહીં લઈ શકીશું. તેઓએ કહ્યું, તેથી આવતીકાલે બહુમતી સાબિત કર્યા બાદ, આપણે સૌથી પહેલા આ ફાઇનાન્સ બિલને હાથમાં લઈશું. મુખ્યમંત્રીએ કહ્યું, મેં તેમા અલ્પવિરામ કે પૂર્ણવિરામ પણ બદલ્યું નથી. અગાઉની કોંગ્રેસ-જેડીએસ સરકાર દ્વારા તૈયાર કરાયેલું આ બિલ હું રજૂ કરીશ.

શુક્રવારે મુખ્યમંત્રીનું પદ સંભાળનાર યેદુરપ્પાએ કહ્યું હતું કે, તેઓ સોમવારે વિશ્વાસમત મેળવી લેશે. કર્ણાટક વિધાનસભાનાં અધ્યક્ષ રમેશ કુમારે રવિવારે કોંગ્રેસ-જેડી(એસ) નાં 14 ધારાસભ્યોને ગૃહનાં સભ્યપદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા, જેની સાથે અયોગ્ય ધારાસભ્યોની સંખ્યા હવે 17 થઈ ગઈ છે. સોમવારે યેદીયુરપ્પા સરકારનાં આત્મવિશ્વાસ મત પર તેની કોઈ સીધી અસર નહીં પડે. જો કે તે તો હજુ સમય જ બતાવશે પણ અહી મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પૂરો વિશ્વાસ છે કે તે આજે બહુમત સાબિત કરશે.

અધ્યક્ષ સિવાય 224 સભ્યોની વિધાનસભામાં સંખ્યાબળ હવે 207 પર પહોંચી ગયું છે. મત વિભાજનની સ્થિતિમાં જ્યારે પક્ષ અને વિપક્ષોને સમાન મત મળે ત્યારે રાષ્ટ્રપતિ મત આપે છે. બહુમતી માટેનો જાદુઈ આંકડો 104 છે. ભાજપ પાસે અપક્ષનાં ટેકાથી 106 સભ્યો છે. કોંગ્રેસનાં 66, જેડી(એસ) ની પાસે 34, બસપાનાં એક ધારાસભ્ય છે. ત્યારે જોવાનું રહેશે કે મુખ્યમંત્રી યેદિયુરપ્પા આજે બહુમત સાબિત કરશે કે ફરી એકવાર કર્ણાટકની રાજનીતિમાં કોઇ વળાંક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.