Not Set/ આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકવાદની પહેલી ઘટના આવી સામે, પુલવામામાં બે લોકોનું અપહરણ

જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં બે લોકોનું અપહરણ કર્યું છે અને એકની હત્યા કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી ઘટના બની છે. જમ્મુ પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું છે કે સોમવારે સાંજે સાડા સાત વાગ્યે રાજૌરી જિલ્લામાં રહેતા અબ્દુલ કાદિર કોહલી અને શ્રીનગરનાં ખોનમોહમાં રહેતા મંજૂર અહમદને પુલવામા જિલ્લાનાં ત્રાલમાં જંગલ વિસ્તારમાંથી અજાણ્યા બંદૂકધારીએ […]

Top Stories India
india kashmir pakistan unrest 7a88b07e ef4e 11e8 b312 d5ded9c11306 આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકવાદની પહેલી ઘટના આવી સામે, પુલવામામાં બે લોકોનું અપહરણ

જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં બે લોકોનું અપહરણ કર્યું છે અને એકની હત્યા કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પહેલી ઘટના બની છે. જમ્મુ પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું છે કે સોમવારે સાંજે સાડા સાત વાગ્યે રાજૌરી જિલ્લામાં રહેતા અબ્દુલ કાદિર કોહલી અને શ્રીનગરનાં ખોનમોહમાં રહેતા મંજૂર અહમદને પુલવામા જિલ્લાનાં ત્રાલમાં જંગલ વિસ્તારમાંથી અજાણ્યા બંદૂકધારીએ અપહરણ કરી લીધા હતા.

ઘટનાની જાણ થતા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન કાદિર કોહલીની લાશ વન વિસ્તારમાં જ મળી આવી હતી. તેને ગોળી મારવામાં આવી હતી. અપહરણ કરવામાં આવેલા બીજા શખ્સ મંજૂર અહમદની શોધ કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરની પરિસ્થિતિની ભાળ લેવા મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કાશ્મીર ઘાટીમાં સતત 22 માં દિવસે જનજીવન પ્રભાવિત થયુ. જોકે, શહેરમાં ખાનગી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. પોલીસનો દાવો છે કે ઘાટીનાં મોટાભાગનાં ભાગોથી પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, પરંતુ સાવચેતીનાં પગલા રૂપે સુરક્ષા દળોની ગોઠવણી ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.