Not Set/ અરૂણ જેટલીની અંત્યેષ્ટિમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનો અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. કેટલાક ચોરો હાઇ-પ્રોફાઇલ નેતાઓ સહિત કેટલાક લોકોના સામાન ગુમ કરવા ની ફિરાકમાં હતા. જેમાં કેટલાક નેતાઓના ફોન ગાયબ થ્ય હોવાની માહિતી સામે આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી […]

Top Stories India
1 અરુણ 1 અરૂણ જેટલીની અંત્યેષ્ટિમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનો અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. કેટલાક ચોરો હાઇ-પ્રોફાઇલ નેતાઓ સહિત કેટલાક લોકોના સામાન ગુમ કરવા ની ફિરાકમાં હતા. જેમાં કેટલાક નેતાઓના ફોન ગાયબ થ્ય હોવાની માહિતી સામે આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી થયા છે. આ અફરાતફરીના માહોલમાં ચોરે તેનું કામ કરીને ચાલતી પકડી હતી.

1 અરુણ 2 અરૂણ જેટલીની અંત્યેષ્ટિમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી

 

પતંજલિના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ જણાવ્યું હતું કે, અમે બધા અંતિમ સંસ્કારની વિધિને લગતા કામોમાં વ્યસ્ત હતા અને આ દરમિયાન કોઈએ ભાજપના સાંસદ સહિત 11 લોકોના ફોનની ચોરી કરી હતી. તિજારાવાલાએ સોમવારે એક ટ્વીટમાં આ માહિતી આપી હતી. ફોન ચોરી થયા બાદ તેમણે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અંતિમ વિધિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક હતી છતાં પણ અમારા બધાના મોબાઈલ ચોરે બહુ જ સિફ્ટ પૂર્વક ચોરી લીધા હતા.

1 અરુણ અરૂણ જેટલીની અંત્યેષ્ટિમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો સહિત 11 લોકોના ફોન ચોરી

આપને જણાવી દઈએ કે અરૂણ જેટલીની અંતિમ વિધિમાં નિગમ બોધ ઘાટ પર દેશના ઘણા દિગ્ગજ લોકોનો મેળો હતો. આવી સ્થિતિમાં, ત્યાં સુરક્ષા ખૂબ જ કડક હતી. આટલી સુરક્ષા હોવા છતાં આ વીઆઇપીના ફોન ચોરીને કારણે દિલ્હી પોલીસની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.