Not Set/ હાર્દિક પટેલ, લાલજી પટેલને મળેલી સજા પર પ્રતિક્રિયા, સરકાર ભેદભાવ કરતી હોવાનો બાંભણિયાનો આરોપ

વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડનો મામલે કોર્ટે ચૂકાદો આપતા. પાસના કન્વિનર હાર્દિક પટેલ, પૂર્વ સાંસદ એ.કે.પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ મુદ્દે પાટીદાર આગેવાન બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે હાર્દિક  પટેલ અને લાલજી પટેલને સમર્થન  આપ્યું હતું. અને જણાવ્યું હતું કે સરકારએ ભેદભાવ વારા કામ કાર્ય છે, પરંતુ અમને ન્યાય તંત્ર પર ભરોસો છે અને અમે […]

Top Stories Gujarat Trending
hardik 14 હાર્દિક પટેલ, લાલજી પટેલને મળેલી સજા પર પ્રતિક્રિયા, સરકાર ભેદભાવ કરતી હોવાનો બાંભણિયાનો આરોપ

વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડનો મામલે કોર્ટે ચૂકાદો આપતા. પાસના કન્વિનર હાર્દિક પટેલ, પૂર્વ સાંસદ એ.કે.પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ મુદ્દે પાટીદાર આગેવાન બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે હાર્દિક  પટેલ અને લાલજી પટેલને સમર્થન  આપ્યું હતું. અને જણાવ્યું હતું કે સરકારએ ભેદભાવ વારા કામ કાર્ય છે, પરંતુ અમને ન્યાય તંત્ર પર ભરોસો છે અને અમે આમુદ્દે હાઇકોર્ટમાં અપીલ કરીશું તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનની સૌ પ્રથમ હિંસક તોફાનની ઘટના અંગે નોંધાયેલા કેસમાં વિસનગર કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને પાસના હાર્દિક પટેલ અને એ.કે પટેલ સહિત ત્રણ લોકોને રાયોટીંગ કેસમાં દોષિત માન્યા છે.

લાલજી પટેલ,  હાર્દિક પટેલ  અને  એ.કે પટેલ સહિત ત્રણ લોકોને  બે-બે વર્ષની સજા કરવામાં આવી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જયારે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતાં.

હાર્દિક અને લાલજી પટેલના વકીલે કોર્ટમાં સજા ઓછી કરવા દલીલ કરી. વિસનગર નગરપાલિકા પ્રમુખ ગોવિંદ પટેલને શંકાનો લાભ અપાયો. ત્યારે કોર્ટ ચુકાદો આપે તે પહેલા હાર્દિક પટેલે એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિકે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ત્યારે આ આરોપીઓને આજે જામીન મળી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોફાની ટોળાએ તોડફોડ કરી હતી.આ ઉપરાંત ભાજપના અગ્રણી નેતાની કારને પણ સળગાવી દીધી હતી. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.