Not Set/ રેકોર્ડ સ્તર પર બંધ થયો સેન્સેક્સ, નિફ્ટી પણ ૧૧,૦૦૦ને પાર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં જોવા મળતા ઉતાર-ચઢાવ બાદ પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સેન્સેક્સની આ અઠવાડિની શરુઆત રેકોર્ડ સ્તર પર થઇ હતી, ત્યારે હવે બુધવારે પણ આ સ્તર જાળવી રાખ્યું છે. બુધવારે સેન્સેક્સ ૩૩.૧૩ પોઈન્ટના વધારા સાથે ૩૬,૮૫૮.૨૩ના રેકોર્ડ સ્તર પર બંધ થયું હતું. જયારે સેન્સેક્સના મુકાબલામાં ૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી […]

Business
sensex 2 630 630 રેકોર્ડ સ્તર પર બંધ થયો સેન્સેક્સ, નિફ્ટી પણ ૧૧,૦૦૦ને પાર

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં જોવા મળતા ઉતાર-ચઢાવ બાદ પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સેન્સેક્સની આ અઠવાડિની શરુઆત રેકોર્ડ સ્તર પર થઇ હતી, ત્યારે હવે બુધવારે પણ આ સ્તર જાળવી રાખ્યું છે. બુધવારે સેન્સેક્સ ૩૩.૧૩ પોઈન્ટના વધારા સાથે ૩૬,૮૫૮.૨૩ના રેકોર્ડ સ્તર પર બંધ થયું હતું. જયારે સેન્સેક્સના મુકાબલામાં ૨.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી ૧૧,૧૩૨ પર બંધ થયું હતું.

સેન્સેક્સમાં તાતા સ્ટીલના શેરોમાં ૮.૨૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. તાતા સ્ટીલ બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં ૭.૬૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો.

જયારે બુધવાર સવારની સેન્સેક્સની વાત કરવામાં આવે તો, શેર બજાર રેકોર્ડ સ્તર પર ખુલ્યું હતું. બુધવારે સવારે ૬૩.૬૬ પોઈન્ટ વધીને ૩૬,૮૮૮.૭૬ ના સ્તર પર ખુલ્યું હતું. જયારે નિફ્ટી ૧.૭૫ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૧૧,૧૩૨.૫૫ના સ્તર પર ખુલ્યું હતું.