Adani/ વિશ્વના ટોપ-5 અમીરોમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, વોરેન બફેટને છોડ્યા પાછળ 

ગૌતમ અદાણીએ Berkshire Hathaway ના વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું. હવે બફેટ $121.7 બિલિયનની કુલ અંદાજિત નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગયા છે.

Trending Business
ગૌતમ અદાણીની

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણી નેટવર્થ $123.1 બિલિયન હોવાનો અંદાજ છે. ગૌતમ અદાણીએ Berkshire Hathaway ના વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું. હવે બફેટ $121.7 બિલિયનની કુલ અંદાજિત નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગયા છે.

ટોપ 10માં બે ભારતીય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં આઠમા સ્થાને છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાંથી બે ભારતીય છે. અંબાણીની કુલ નેટવર્થ $103.70 બિલિયન હોવાનો અંદાજ છે.

એલોન મસ્ક ટોચ પર યથાવત

Tesla અને SpaceX ના વડા એલોન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ નેટવર્થ $269.70 બિલિયન હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ $170.2 બિલિયનની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે $166.8 બિલિયન છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

બિલ ગેટ્સ ચોથા સ્થાને  

ફોર્બ્સની દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં બિલ ગેટ્સ ચોથા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $130.2 બિલિયન હોવાનો અંદાજ છે. આ યાદીમાં લેરી એલિસન સાતમા સ્થાને છે. તેમની કુલ નેટવર્થ $107.6 બિલિયન હોવાનો અંદાજ છે.

લેરી પેજની કુલ સંપત્તિ 102.4 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે અને તે આ યાદીમાં નવમા સ્થાને છે. તે જ સમયે, સર્ગેઈ બ્રિન $98.5 બિલિયનની કુલ સંપત્તિ સાથે 10મા સ્થાને છે.

આ પણ વાંચો:IPL પર સટ્ટો રમતા સટોડિયા પર પોલીસની તવાઈ

ગુજરાતનું ગૌરવ