મુંબઇ,
મુંબઇના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક કૂર્રા રોડ પર ગુરુવારે સાંજે ફૂટઓવર બ્રિજ પડી જવાના કારણે છ જણાના મૃત્યુ નીપજ્યાં છે અને અનેક જણાં ઇજાગ્રસ્ત થયા છે.
દુર્ઘટના બની ત્યારે બ્રિજ જ્યાં આવ્યો છે તે રોડ પર રેડ સિગ્નલ હતું.રેડ સિગ્નલ હોવાને કારણે બ્રિજની નીચે ઘણા લોકો ઉભા હતા. જો એ સમયે 60 સેકન્ડનું રેડ સિગ્નલ ન હોત તો બ્રિજ નીચે અનેક કાર, મોટરસાઇકલો અને બીજા વાહનો પસાર થઇ રહ્યાં હોત. એ સંજોગોમાં જાનમાલના નુકસાનનો આંકડો હજુ પણ મોટો હોત.
સિગ્નલ પર રાહ જોઇ રહેલા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અમે ઘણા સમયથી લાલ બત્તીને ગ્રીન થવાની રાહ જોઇ રહ્યા હતા. ગ્રીન સિગ્નલ થાય તે પહેલાં જ બ્રિજનો હિસ્સો લોકોની સાથે પડી ગયો. જો પહેલાં જ ગ્રીન સિગ્નલ હો તો સ્થિતિ ખૂબ ભયાનક થઇ જાત.
જ્યારે આ અકસ્માત થયો ત્યારે એક ટેક્સી ડ્રાઇવર પાસે જ હતો. તેઓ પોતે તો બચી ગયા પરંતુ તેમની ગાડીને ખૂબ નુકસાન પહોંચ્યું. અકસ્માત બાદ રસ્તા પર ગાડીઓ જ્યાં ત્યાં થોભી ગઇ.