Not Set/ પુરીના જગન્નાથ મંદિરના ખજાનાના દ્રાર ખુલ્યા

પૂરી, ઓરિસ્સા ૧૨મી સદીમાં બનેલ ઓરીસ્સાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાનો દ્વાર આજે ફરી એકવાર ખોલવામાં આવ્યો છે. ખજાનાનું નિરીક્ષણ કરવા માટે ૧૦ લોકોની ટીમ અંદર ગઈ હતી. આ નિરીક્ષણમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા પોતાના પ્રતિનિધિઓને પણ ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા. જો કે આ પ્રતિનિધિઓએ પણ માત્ર લંગોટ પહેરીને […]

Top Stories
download પુરીના જગન્નાથ મંદિરના ખજાનાના દ્રાર ખુલ્યા

પૂરી, ઓરિસ્સા

૧૨મી સદીમાં બનેલ ઓરીસ્સાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાનો દ્વાર આજે ફરી એકવાર ખોલવામાં આવ્યો છે. ખજાનાનું નિરીક્ષણ કરવા માટે ૧૦ લોકોની ટીમ અંદર ગઈ હતી. આ નિરીક્ષણમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા પોતાના પ્રતિનિધિઓને પણ ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા. જો કે આ પ્રતિનિધિઓએ પણ માત્ર લંગોટ પહેરીને અંદર જવુ પડ્યુ હતું.

આ ટીમે ખજાનાનુ નિરીક્ષણ કરવાની સાથે હોલની દિવાલ, છત અને ભૌતિક સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યુ હતું. મંદિરના મુખ્ય પ્રશાસનિક અધિકારી પ્રદિપ જૈનાએ આ અંગે જણાવ્યુ હતું કે, આજે ખજાનાના દ્વાર ખુલ્યા હોવાના કારણે કોઈપણ દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ ખજાના ઘરનુ નામ રત્ન ભંડાર ગૃહ રખાયુ છે.

આજે નિરીક્ષણ માટે ગયેલ ટીમમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના બે અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ ટીમને માત્ર હોલનુ નિરીક્ષણ કરવાની મંજુરી આપવામાં આવી હતી. તેઓ ખજાનાના કોઈ સંદૂક ખોલી શક્યા નહતા કે ખજાનાને હાથ પણ અડાડી શક્યા નહોતા. જૈનાએ વધુમાં જણાવ્યુ હતું કે, નિરીક્ષણ કરવા માટે ગયેલ ટીમના સભ્યોની અંદર જતા અને બહાર આવતા સઘન તલાશી લેવામાં આવી હતી. તેમના માટે ત્રિ સ્તરીય તપાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.  અંદર જવા માટે માત્ર ઓક્સીજનનુ સીલીન્ડર અને એક ટોર્ચ જ અધિકારીઓના હાથમાં આપવામાં આવી હતી.

જૈનાના જણાવ્યા મુજબ રત્ન ભંડાર ગૃહમાં અનેક વખત સાપ પણ નીકળ્યા છે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પહેલાથી જ સાંપ પકડનાર લોકોની ટીમ તૈનાત રખાઈ હતી. આ પહેલા ૧૯૮૪માં આ ખજાના ભંડારનુ નિરીક્ષણ કરાયુ હતું. મનવામાં આવી રહ્યુ છે કે આ ખજાનામાં દેવતાઓના અનેક કિંમતી આભૂષણો રાખવામાં આવ્યા છે.