Not Set/ આ દેશમાં એશિયન શેફર્ડ જાતિના શ્વાનનું પૂતળું શહેરની વચ્ચે મુકાયું

મધ્ય એશિયાના અલાબાઇ તરીકે જાણીતા સેન્ટ્રલ એશિયન શેફર્ડ જાતિના શ્વાન  રશિયા અને પૂર્વ યુરોપમાં લોકપ્રિય છે. એ જાતિના શ્વાન મધ્ય એશિયામાં મુખ્યત્વે તુર્કમેન્સ્તિાનમાં વિશેષ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે.

Top Stories World
tulsi 17 આ દેશમાં એશિયન શેફર્ડ જાતિના શ્વાનનું પૂતળું શહેરની વચ્ચે મુકાયું

મધ્ય એશિયાના અલાબાઇ તરીકે જાણીતા સેન્ટ્રલ એશિયન શેફર્ડ જાતિના શ્વાન  રશિયા અને પૂર્વ યુરોપમાં લોકપ્રિય છે. એ જાતિના શ્વાન મધ્ય એશિયામાં મુખ્યત્વે તુર્કમેન્સ્તિાનમાં વિશેષ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. સ્થાનિક શ્વાનની એ જાતિની લોકપ્રિયતા માટે તુર્કમેનિસ્તાનના લોકોને ગર્વ છે. તાજેતરમાં તુર્કમેનિસ્તાનના પ્રમુખને પણ આ જાતિના શ્વાન ખુબ પસંદ છે.

Central Asian Shepherd Dog Dog Breed Information - American Kennel Club

તેમણે દેશના પાટનગરમાં અલાબાઇ જાતિના શ્વાનના મોટા પુતળાનું અનાવરણ કર્યુ હતુ. એ ઘટનાનો વિડિયો ટિવટર સહિત સોશ્યલ મિડિયા પર ખુબ આકર્ષક બન્યો છે. તુર્કમેનિસ્તાનના પ્રમુખે આ જાતિના શ્વાનનું ગલુડિયા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનને ભેટ આપ્યુ હતુ.

આપને જણાવી દઈએ કે 2007 થી દેશની સત્તામાં રહેલા ગુરબંગુલી બર્ધમુખમેદોવએ બુધવારે આ અલ્બીક શ્વાન  વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તુર્કમેનિસ્તાનની રાજધાની, અશ્ગાબેટના નવા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે. સરકારના મતે આ મૂર્તિ કાંસાની બનેલી છે. તે જ સમયે, તેના પર 24 કેરેટ સોનાનું સ્તર પણ લગાવવામાં આવ્યું છે. પ્રતિમાની ઊંચાઈ વિશે વાત કરો તો તેની ઊંચાઈ 20 ફુટ છે. આ શ્વાનની પ્રતિમા અશ્ગાબત નામના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે. અહીં સરકારી અધિકારીઓના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ જગ્યા પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.