Not Set/ કોંગ્રેસે જીએસટીનો અભ્યાસ કર્યો નથી, લોકોને ગેરમાર્ગે દોરે છે: અરૂણ જેટલી

અમદાવાદ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની ગુજરાતની ચૂંટણીલક્ષી રેલીઓમાં જીએસટીને મોદી સરકાર પર કરેલાં આરોપો બાદ શનિવારે કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે જીએસટી વિશે યોગ્ય અભ્યાસ કર્યો નથી અને તે લોકોને ગેરમાર્ગે દોરે છે. અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં જીએસટીના વખાણ થઈ રહ્યાં છે, અને તેનાથી દેશના […]

Top Stories
arun jaitley 2 કોંગ્રેસે જીએસટીનો અભ્યાસ કર્યો નથી, લોકોને ગેરમાર્ગે દોરે છે: અરૂણ જેટલી

અમદાવાદ,

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની ગુજરાતની ચૂંટણીલક્ષી રેલીઓમાં જીએસટીને મોદી સરકાર પર કરેલાં આરોપો બાદ શનિવારે કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે જીએસટી વિશે યોગ્ય અભ્યાસ કર્યો નથી અને તે લોકોને ગેરમાર્ગે દોરે છે.

અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં જીએસટીના વખાણ થઈ રહ્યાં છે, અને તેનાથી દેશના અર્થતંત્રને સીધો લાભ થશે.

અરૂણ જેટલીએ કોંગ્રેસ પર કાળાં નાણાંને બહાર લાવવા કોઈ કામગીરી ન કરાઈ હોવાનો પણ દાવો કર્યો હતો.

અરૂણ જેટલીએ કોંગ્રેસ પર એવો આરોપ પણ મુક્યો હતો કે કોંગ્રેસ ચૂંટણી ટાણે દેશદ્રોહી તત્વોનો ઉપયોગ કરે છે અને ચૂંટણી લડવા રાષ્ટ્ર વિરોધી તત્વોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસ ચૂંટણી વખતે જાતિવાદનું ઝેર ફેલાવે છે.

ગમે તે ધર્મ, જાતિ કે જ્ઞાતિના લોકોને વિકાસના લાભ મળે છે. પરંતુ દેશના પ્રગતિશીલ પ્રાંતમાં વિકાસને નીચું દેખાડવાના, સામાજીક વિભાજન સર્જવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે જે માત્ર સમાજ જ નહીં, રાજ્યના હિતમાં પણ નથી તેમ પણ જેટલીએ જણાવ્યું હતું.