ગોધરા,
ગોધરામાં બુરહાની મેટરનીટી હોમ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાની પ્રસુતી કરાવ્યા બાદ મહિલાના ગુપ્તાંગમાં કોટન પીસ મુકીને બેદરકારી દાખવતા પિડીત મહિલાને અસહ્ય દુઃખાવો રહેતો અને દવાથી પણ કોઈ ફેર ન પડતા આખરે સોનોગ્રાફી કરાવતા ગોધરાના તબીબે પ્રસુતી વેળાએ દાખવેલી ગંભીર બેદરકારીની હકીકતો બહાર આવી હતી.
જેને લઈને પિડીતાના પતિએ બેદરકારી દાખવનાર તબીબ સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ ગંભીર બેદરકારી દખાવનાર તબીબી સામે કડક કાર્યવાહીની પીડીતાએ માંગ કરી છે તો બીજી તરફજી દર્દી માટે જીવલેણ સાબિત થાય તેવી ગંભીર ભૂલ આચરનાર તબીબ ભૂલ સ્વીકારવાના બદલે રિપોર્ટ ખોટા હોવાનું જણાવી પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા.