Not Set/ ટંકારાનાં કોંગ્રેસનાં MLA લલિત કગથરાનાં પરિવારને નડ્યો અકસ્માત, એક પુત્રનું મૃત્યુ-એકની હાલત ગંભીર

લોકસભા-2019નાં રાજકોટ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકનાં ચાલુ MLA લલિત કગથરાનાં પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કગથરા પરિવાર રજાઓ માણીવા ઉત્તર-પૂર્વ ભારતમાં ગયો હતો. સિક્કિમમાં કગથરા પરિવારની કાર્ગો ગાડીને ટ્રકે હડફેટે લેતા આ કરુણ દુર્ધટના સર્જાયાનું સામે આવી રહ્યું છે. ગમખ્વાર દુર્ધટનામાં MLA કગથરાનાં એક પુત્રનું […]

Top Stories Rajkot Gujarat
215738 vishallalitkagathara ટંકારાનાં કોંગ્રેસનાં MLA લલિત કગથરાનાં પરિવારને નડ્યો અકસ્માત, એક પુત્રનું મૃત્યુ-એકની હાલત ગંભીર

લોકસભા-2019નાં રાજકોટ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકનાં ચાલુ MLA લલિત કગથરાનાં પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. કગથરા પરિવાર રજાઓ માણીવા ઉત્તર-પૂર્વ ભારતમાં ગયો હતો. સિક્કિમમાં કગથરા પરિવારની કાર્ગો ગાડીને ટ્રકે હડફેટે લેતા આ કરુણ દુર્ધટના સર્જાયાનું સામે આવી રહ્યું છે. ગમખ્વાર દુર્ધટનામાં MLA કગથરાનાં એક પુત્રનું ગમખ્વાર રોડ અકસ્માતમાં નિધન થયું છે, તો બીજો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનુ સામે આવી રહ્યું છે.

ટંકારા વિધાનસભા બેઠકનાં ચાલુ MLA લલિત કગથરા પરિવારનાં બનેં પુત્રો કાર્ગો ગાડીમાં દિવ્યાંગ બાળકોને લઈ પ્રવાસે હતા. દિવ્યાંગ બાળકોને કલકત્તા અને ઉત્તર-પૂર્વનાં વિસ્તારોમાં રજાઓ ગાળવા લઇ જવાનાં સદકાર્ય દરમિયાન લલિત કગથરાનાં પુત્રો અને દિવ્યાંગ બાળકે સાથે જે કાર્ગો ગાડીમાં સવાર હતા, તે ગાડીને ટ્રકે ટક્કર મારતા કગથરાનાં એક પુત્ર વિશાલનું દુઃખદ અવસાન નિપજ્યું હતું. તો લલિતભાઈનાં બીજા પુત્ર રવિને ગંભીર ઇજાઓ પહોંચી છે. રવિને તુરંતમાં નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ દુર્ધનાનાં સમાચારથી મોરબી-ટંકારા અને સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

pjimage 1 1 ટંકારાનાં કોંગ્રેસનાં MLA લલિત કગથરાનાં પરિવારને નડ્યો અકસ્માત, એક પુત્રનું મૃત્યુ-એકની હાલત ગંભીર

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ સૌરાષ્ટનાં દિગ્ગજ પાટીદાર નેતા અને MLA વિઠ્ઠલભાઇ રાદડીયાનાં પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તો આજે ફરી એક ચાલુ MLA લલિત કગથરાનાં પુત્રનાં મોતનાં સમાચારથી સૌરાષ્ટમાં માતમ છવાય ગયો છે.