viral letter/ સંપૂર્ણ લોકડાઉન અંગેનો વાઈરલ પત્ર ફેક : વાયરલ નહીં કરવા નાગરિકોને ગૃહ વિભાગનો અનુરોધ

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. જે અંગે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે

Gujarat Others Trending
EDUCATION DEPART 7 સંપૂર્ણ લોકડાઉન અંગેનો વાઈરલ પત્ર ફેક : વાયરલ નહીં કરવા નાગરિકોને ગૃહ વિભાગનો અનુરોધ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ફેક પત્ર વાઈરલ થઇ રહ્યો છે. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. જે અંગે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે.

રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.

aap 21 સંપૂર્ણ લોકડાઉન અંગેનો વાઈરલ પત્ર ફેક : વાયરલ નહીં કરવા નાગરિકોને ગૃહ વિભાગનો અનુરોધ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.