Not Set/ જામનગરમાં મંતવ્ય ન્યુઝનું ઓપરેશન મીર્ચી બોમ્બ

જામનગર, દિવાળીનો તહેવાર જામનગર સહિત દેશભરમાં ઉજવાય છે, ત્યારે નાના નાના બાળકોથી માંડીને મોટા વડીલો પણ દિવાળીના દિવસે ફટાકડા ફોડી આનંદ માણતા હોય છે, જેને લઈને આ ફટાકડા નો વેંચાણ કરવા મોટા ભાગે વેપારીઓ 15 દિવસીય લાઇસન્સ લઈ અને વેપાર કરતાં હોય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે ક્યાક ને ક્યાક આ વેપારીઓ […]

Top Stories Gujarat Others Videos
mantavya 8 જામનગરમાં મંતવ્ય ન્યુઝનું ઓપરેશન મીર્ચી બોમ્બ

જામનગર,

દિવાળીનો તહેવાર જામનગર સહિત દેશભરમાં ઉજવાય છે, ત્યારે નાના નાના બાળકોથી માંડીને મોટા વડીલો પણ દિવાળીના દિવસે ફટાકડા ફોડી આનંદ માણતા હોય છે, જેને લઈને આ ફટાકડા નો વેંચાણ કરવા મોટા ભાગે વેપારીઓ 15 દિવસીય લાઇસન્સ લઈ અને વેપાર કરતાં હોય છે.

પરંતુ મહત્વની વાત તો એ છે કે ક્યાક ને ક્યાક આ વેપારીઓ કાયદાનો પાલન કરે છે કે કેમ ? જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટિમ જામનગર શહેરના રણજીત રોડ પર યુનિયન બેન્કની સામે આવેલ એક મોટા સ્ટોલ પર પહોંચી હતી, જ્યાં સ્ટોલ ચલાવતા વેપારી સાથે વાતચીત કરી હતી.

જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં 500 કિલોથી વધુ ફટાકડા મળી આવ્યા હતા. તો બીજી તરફ ફાયર સેફ્ટીમાં માત્ર સ્ટોલની બહાર 1 ફાયર ગેસનો નાનો બાટલો રાખવામા આવ્યો હતો અને સ્ટોલ લાયસન્સ અન્ય વ્યક્તિના નામે મેળવવામાં આવ્યું હતું. ક્યાકને કયાક વેપારીઓ કેમેરા સામે તો કઈ પણ બોલી નાખતા હોય છે, ત્યારે તંત્ર હજુ ઊંઘી રહ્યું છે.

જ્યાં સરપ્રાઇઝ ચેકિંગની પણ જરૂર છે ત્યાં બસ લાઇસન્સ આપી તંત્ર પોતાની કામગીરી આટોપી લે છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ લોકો માટે આવા અનેક અહેવાલો પ્રસારિત કરતું રહેશે અને ભાર નિંદરમાં ઊંઘી રહેલા તંત્રને જગાડવાના પ્રયાસો કરતું જ રહેશે..