પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યુઝીલેન્ડ સામે 220 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની છેલ્લી વિકેટ વોશિંગ્ટન સુંદરના રૂપમાં પડી. ટિમ સાઉથીએ તેને ટોમ લાથમના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજા છેડે ઉમરાન મલિક અણનમ રહ્યો હતો.ન્યુઝીલેન્ડ વિના વિકેટે 13 રન કર્યા છે.
આ મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ધવન અને ગિલની જોડીએ ધીમી શરૂઆત કરી હતી પરંતુ મોટી ભાગીદારી બનાવી શકી ન હતી. ગિલ 22 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે ટીમનો સ્કોર 39 રન હતો. આ પછી ભારતીય ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી. કેપ્ટન ધવન 28, ઋષભ પંત 10 અને સૂર્યકુમાર યાદવ છ રન બનાવીને આઉટ થયા હતા.
શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો અને 59 બોલમાં 49 રન બનાવ્યા. અંતમાં, વોશિંગ્ટન સુંદરના 64 બોલમાં 51 રન ભારતનો સ્કોર 200ને પાર કરી ગયા. દીપક હુડા અને દીપક ચહરે 12-12 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને અને ડેરીલ મિશેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસન અને મિશેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી.
