Not Set/ VVIP ચોપર સ્કેમના આરોપી ગૌતમ ખૈતાનની EDએ કરી ધરપકડ

નવી દિલ્હી, ED દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર કેસના આરોપી ગૌતમ ખૈતાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રવર્તમાન નિર્દેશાલય દ્વારા આ કાર્યવાહી PMLA (પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ ) એક્ટ હેઠળ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, EDએ VVIP ચોપર કેસ મામલે આ ક્રિમીનલ કેસ સેક્શન ૫૧ હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બ્લેક મની અને ઈમ્પોસીઝન […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ED દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર કેસના આરોપી ગૌતમ ખૈતાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રવર્તમાન નિર્દેશાલય દ્વારા આ કાર્યવાહી PMLA (પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ ) એક્ટ હેઠળ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, EDએ VVIP ચોપર કેસ મામલે આ ક્રિમીનલ કેસ સેક્શન ૫૧ હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બ્લેક મની અને ઈમ્પોસીઝન ટેક્સ એક્ટ, ૨૦૧૫ના બેસિસ પર આ કાર્યવાહી કરાઈ રહી છે.

તેઓ વધુમાં કહેવામાં આવ્યું, ખૈતાન પર આરોપ છે કે તે ગેરકાયદેસર રીતે ઘણા બધા વિદેશી એકાઉન્ટ ઓપરેટ કરતો હતો અને તેના દ્વારા તે બ્લેક મની અને અસ્કયામત સંપત્તિ પર કબ્જો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ગૌતમ ખૈતાન વિરુધ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને IT દ્વારા એન્ટી બ્લેક મની લો હેઠળ કેસ દાખલ કર્યો હતો.